દિલ્હીથી રાજકોટ તરફ જતી ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતા 2 શખ્સ પકડાયા

રેલવે પોલીસે દારૂની 40 બોટલો સહિત રૂ.6,345ની મતા સાથે ઝડપી લીધામીયાણાવાડમાં એક શખ્સ જાહેરમાં ઓટલા પર બેસી દારૂ વેચતો હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો જેમાં મુસ્તુફા ઉર્ફે રાજા હબીબભાઈ માણેક દારૂના 22 ચપલા કિંમત રૂપીયા 2200 સાથે ઝડપાયો હતો. દિલ્હીથી રાજકોટ તરફ જતી ટ્રેન સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે આવતા છેલ્લા ડબામાંથી 2 શખ્સો વજનદાર થેલા સાથે ઉતર્યા હતા. આથી પોલીસને શંકા જતા તપાસ કરતા તેમાંથી દારૂની 40 બોટલ મળી આવી હતી. બીજી તરફ મીયાણાવાડમાં ઓટલા પર બેસી દારૂ વેચતો 1 ઝડપાયો હતો. મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકના ઈન્ચાર્જ પીએસઆઈ અશોક શુકલાની સુચનાથી સ્ટાફના દીગપાલસીંહ, હરપાલસીંહ, પ્રદીપસીંહ સહિતનાઓ સવારના સમયે રેલવે સ્ટેશને પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે દિલ્હીથી રાજકોટ તરફ જતી એકસપ્રેકસ ટ્રેન પ્લેટફોર્મ નં. 1 પર આવી હતી. જેના છેલ્લા ડબામાંથી વજનદાર થેલા સાથે ર શખ્સો ઉતર્યા હતા. જેમાં પોલીસને શંકા જતા બન્નેને અટકાવી થેલાની તપાસ કરતા તેમાંથી દારૂની નાની મોટી 40 બોટલો કિંમત રૂપીયા 6,345નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આથી આરોપીઓ જોરાવરનગરમાં રહેતા નાસીર કાસમભાઈ માલાણી અને સુરેન્દ્રનગરના ઈબ્રાહીમ દોસ્તમહમદ જેડા સામે રેલવે પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જયારે એ ડીવીઝન પીએસઆઈ સી.એ.એરવાડીયા, મુકેશ ઉત્તેળીયા, મહાવીરસીંહ સહિતનાઓને મીયાણાવાડમાં એક શખ્સ જાહેરમાં ઓટલા પર બેસી દારૂ વેચતો હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં મુસ્તુફા ઉર્ફે રાજા હબીબભાઈ માણેક દારૂના 22 ચપલા કિંમત રૂપીયા 2200 સાથે ઝડપાયો હતો.

દિલ્હીથી રાજકોટ તરફ જતી ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતા 2 શખ્સ પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રેલવે પોલીસે દારૂની 40 બોટલો સહિત રૂ.6,345ની મતા સાથે ઝડપી લીધા
  • મીયાણાવાડમાં એક શખ્સ જાહેરમાં ઓટલા પર બેસી દારૂ વેચતો હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો
  • જેમાં મુસ્તુફા ઉર્ફે રાજા હબીબભાઈ માણેક દારૂના 22 ચપલા કિંમત રૂપીયા 2200 સાથે ઝડપાયો હતો.

દિલ્હીથી રાજકોટ તરફ જતી ટ્રેન સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે આવતા છેલ્લા ડબામાંથી 2 શખ્સો વજનદાર થેલા સાથે ઉતર્યા હતા. આથી પોલીસને શંકા જતા તપાસ કરતા તેમાંથી દારૂની 40 બોટલ મળી આવી હતી. બીજી તરફ મીયાણાવાડમાં ઓટલા પર બેસી દારૂ વેચતો 1 ઝડપાયો હતો.

મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકના ઈન્ચાર્જ પીએસઆઈ અશોક શુકલાની સુચનાથી સ્ટાફના દીગપાલસીંહ, હરપાલસીંહ, પ્રદીપસીંહ સહિતનાઓ સવારના સમયે રેલવે સ્ટેશને પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે દિલ્હીથી રાજકોટ તરફ જતી એકસપ્રેકસ ટ્રેન પ્લેટફોર્મ નં. 1 પર આવી હતી. જેના છેલ્લા ડબામાંથી વજનદાર થેલા સાથે ર શખ્સો ઉતર્યા હતા. જેમાં પોલીસને શંકા જતા બન્નેને અટકાવી થેલાની તપાસ કરતા તેમાંથી દારૂની નાની મોટી 40 બોટલો કિંમત રૂપીયા 6,345નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આથી આરોપીઓ જોરાવરનગરમાં રહેતા નાસીર કાસમભાઈ માલાણી અને સુરેન્દ્રનગરના ઈબ્રાહીમ દોસ્તમહમદ જેડા સામે રેલવે પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જયારે એ ડીવીઝન પીએસઆઈ સી.એ.એરવાડીયા, મુકેશ ઉત્તેળીયા, મહાવીરસીંહ સહિતનાઓને મીયાણાવાડમાં એક શખ્સ જાહેરમાં ઓટલા પર બેસી દારૂ વેચતો હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં મુસ્તુફા ઉર્ફે રાજા હબીબભાઈ માણેક દારૂના 22 ચપલા કિંમત રૂપીયા 2200 સાથે ઝડપાયો હતો.