દિલધડક રેસ્ક્યૂનો વીડિયો વાયરલ, અમદાવાદ પોલીસ અને ફાયરની ટીમે મહિલાનો બચાવ્યો જીવ

Gujarat Police And Fire Department Rescue Video Viral : રાજ્યમાં ગુજરાત પોલીસ અને ફાયર વિભાગ ટીમની બહાદુરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો પ્રમાણે, બિલ્ડિંગના ચોથા માળેથી આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલી એક મહિલાને અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગેની ટીમે જીવ બચાવ્યો છે. આ અંગે અમદાવાદ પોલીસે તેના સોશિયલ મીડિયા માધ્મય X પર વીડિયો શેર કરીને માહિતી આપી હતી. બીજી તરફ, પોલીસના દિલધડક રેસ્ક્યૂ માટે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમની પ્રસંશા કરી છે. ચોથા માળેથી કૂદી રહેલી મહિલાનું દિલધડક રેસ્ક્યૂ વટવા પોલીસ અને અસલાલી ફાયર બ્રિગેડ ટીમે આત્મહત્યા કરી રહેલી મહિલાનો જીવ બચાવ્યો છે. જેમાં એક બિલ્ડિંગના ચોથા માળેથી આત્મહત્યા કરવા માટે કૂદી રહેલી મહિલાનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ઘટના દરમિયાન ચોથા માળેથી આત્મહત્યા કરવા માટે કુદવાની તૈયારી કરી રહેલી મહિલાને બચાવવા માટે લોકો બિલ્ડિંગ નીચે નેટ લઈને ઊભા રહ્યા હતા. આ દરમિયાન બિલ્ડિંગ પરથી કૂદવા જઈ રહેલી મહિલાને અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગના જવાનો દ્વારા મહિલાનું રેસ્ક્યૂ કરીને જીવ બચાવ્યો હતો. અમદાવાદ પોલીસે વીડિયો શેર કરી શું કહ્યુંઅમદાવાદ શહેર પોલીસે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને લખ્યું હતું કે, 'અમદાવાદ શહેર પોલીસ આત્મહત્યા કરવા માટે ચોથા માળની બાલ્કનીમાંથી કુદવાની તૈયારી કરતી યુવતીને સલામત રીતે બચાવી લેતી વટવા પોલીસ તથા અસલાલી ફાયર બ્રિગેડ ટીમ.' ઘટનાને લઈને હર્ષ સંઘવીની પ્રતિક્રિયાઅમદાવાદ પોલીસ અને ફાયર વિભાગ ટીમની બિરદાવતી કામગીરીનો વીડિયો શેર કરીને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લખ્યું હતું કે,  'બ્રેવ રેસ્ક્યૂ, અમદાવાદ સિટી પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ દ્વારા આત્મહત્યા કરી રહેલી મહિલાને બચાવવાની ઝડપી કાર્યવાહી કરીને જીવ બચાવ્યો હતો.'

દિલધડક રેસ્ક્યૂનો વીડિયો વાયરલ, અમદાવાદ પોલીસ અને ફાયરની ટીમે મહિલાનો બચાવ્યો જીવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Police

Gujarat Police And Fire Department Rescue Video Viral : રાજ્યમાં ગુજરાત પોલીસ અને ફાયર વિભાગ ટીમની બહાદુરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો પ્રમાણે, બિલ્ડિંગના ચોથા માળેથી આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલી એક મહિલાને અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગેની ટીમે જીવ બચાવ્યો છે. આ અંગે અમદાવાદ પોલીસે તેના સોશિયલ મીડિયા માધ્મય X પર વીડિયો શેર કરીને માહિતી આપી હતી. બીજી તરફ, પોલીસના દિલધડક રેસ્ક્યૂ માટે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમની પ્રસંશા કરી છે. 

ચોથા માળેથી કૂદી રહેલી મહિલાનું દિલધડક રેસ્ક્યૂ 

વટવા પોલીસ અને અસલાલી ફાયર બ્રિગેડ ટીમે આત્મહત્યા કરી રહેલી મહિલાનો જીવ બચાવ્યો છે. જેમાં એક બિલ્ડિંગના ચોથા માળેથી આત્મહત્યા કરવા માટે કૂદી રહેલી મહિલાનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ઘટના દરમિયાન ચોથા માળેથી આત્મહત્યા કરવા માટે કુદવાની તૈયારી કરી રહેલી મહિલાને બચાવવા માટે લોકો બિલ્ડિંગ નીચે નેટ લઈને ઊભા રહ્યા હતા. આ દરમિયાન બિલ્ડિંગ પરથી કૂદવા જઈ રહેલી મહિલાને અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગના જવાનો દ્વારા મહિલાનું રેસ્ક્યૂ કરીને જીવ બચાવ્યો હતો.

અમદાવાદ પોલીસે વીડિયો શેર કરી શું કહ્યું

અમદાવાદ શહેર પોલીસે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને લખ્યું હતું કે, 'અમદાવાદ શહેર પોલીસ આત્મહત્યા કરવા માટે ચોથા માળની બાલ્કનીમાંથી કુદવાની તૈયારી કરતી યુવતીને સલામત રીતે બચાવી લેતી વટવા પોલીસ તથા અસલાલી ફાયર બ્રિગેડ ટીમ.'

ઘટનાને લઈને હર્ષ સંઘવીની પ્રતિક્રિયા

અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગ ટીમની બિરદાવતી કામગીરીનો વીડિયો શેર કરીને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લખ્યું હતું કે,  'બ્રેવ રેસ્ક્યૂ, અમદાવાદ સિટી પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ દ્વારા આત્મહત્યા કરી રહેલી મહિલાને બચાવવાની ઝડપી કાર્યવાહી કરીને જીવ બચાવ્યો હતો.'