દાહોદમાં મતદાર યાદીમાં જ જાતિગત શબ્દોનો ઉપયોગ, સરકારે પ્રતિબંધિત કરેલા શબ્દોનો સરકારે જ કર્યો ઉપયોગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Dahod News: ગુજરાતમાં દલિત સમાજ પરના અત્યાચારોને લઈને રાજકીય ગરમાવો છે, ત્યારે રાજ્ય સરકારની જ એક ગંભીર ભૂલ સામે આવી છે. આગામી 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે જાહેર થયેલી મતદાર યાદીઓમાં આ પ્રકારની ક્ષતિઓ પ્રકાશમાં આવી છે. ખાસ કરીને દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાની ડાંગરીયા ગ્રામ પંચાયતની 2025ની અનુમોદિત મતદાર યાદીમાં આવા વાંધાજનક શબ્દોનો પ્રયોગ થયો હોવાનું બહાર આવ્યું છે.
જાતિગત શબ્દનો પ્રયોગ ક્યાં થયો?
ડાંગરીયા ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં વોર્ડ નંબર 8ના મતદારોની ઓળખ અને મતદાન સ્થાન અંગેની જાણકારીમાં, સરકારી અધિકારીઓ દ્વારા જ કાયદાકીય રીતે અસ્વીકાર્ય એવા શબ્દનો ઉપયોગ કર્યો છે.
What's Your Reaction?






