થાર જીપની ટક્કરે બાઈક સવાર પતિ, પત્ની તથા પુત્રના કરૂણ મોત

Jun 3, 2026 - 09:30
થાર જીપની ટક્કરે બાઈક સવાર પતિ, પત્ની તથા પુત્રના કરૂણ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

માધવપુરના ગોરસર ટોલ પ્લાઝા નજીક અકસ્માત

ઈદ મનાવી કેશોદથી બાઇક પર પોરબંદરનો પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત, થાર જીપના ચાલક સહિત બે ઈજાગ્રસ્ત

પોરબંદર,માધવપુર: માધવપુર નજીક આવેલા ગોરસર ગામ પાસે ટોલ પ્લાઝા નજીક ગત રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી થાર જીપે બાઈકને પાછળથી હડફેટે લેતા પોરબંદરના એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. ટક્કર બાદ થાર જીપ પણ બેકાબૂ બનીને રોડની સાઈડમાં અથડાઈ હતી. જેમાં સવાર બે  વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0