થાનગઢમાં સગીરા સાથે 8 નરાધમોએ આચર્યું દુષ્કર્મ, 1ની ધરપકડ

થાનગઢમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે, જેમાં અલગ અલગ 8 નરાધમોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. સગીરાનું કુટુંબ મજૂરી કામ કરી અને ગુજરાન ચલાવે છે, જેમાં સગીરા પણ ઘર કામ કરવા જતી હતી.સગીરાને ધમકી આપી અને દુષ્કર્મ આચર્યું ત્યારે થાનગઢના હરીનગર ખાતે સગીરા જ્યારે ઘરકામ કરવા જતી ત્યારે દર્શન સદાદિયાના પ્રેમમાં ફસાઈ અને દર્શન દ્વારા આ તકનો લાભ લઈ અને સગીરાને ધમકી આપી અને દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ દર્શન અને તેના અન્ય મિત્રોને પણ ફોટા આપી અને સગીરાના ભાઈનું અપહરણ કરી મારી નાખવાની ધમકી આપી અને અવારનવાર દુષ્કર્મ કરવામાં આવતું હતું. 6 શખ્સો બ્લેકમેઈલ કરીને વારંવાર સગીરા સાથે શારીરિક દુષ્કર્મ આચરતા અજય ભરવાડ નામના શખ્સે હરીનગર ખાતે આવેલા બંગલોમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાકીના કાનો ઉર્ફે હરી તેમજ બાકીના 6 શખ્સો દ્વારા બ્લેકમેઈલ કરીને વારંવાર સગીરા સાથે શારીરિક દુષ્કર્મ આચરતા હતા. જ્યારે હરીનગર ખાતેનું આ મકાન અજય મના દ્વારા કોઈ વેપારી પાસે ધંધો કરવા આપેલા રૂપિયાની લેતી દેતીમાં રૂપિયા પરત ન આપતા મકાન કબ્જે કર્યું હતું અને આ મકાન દુષ્કર્મ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું. પોલીસે તપાસ કરતા બંગલામાંથી ગર્ભ નિરોધક વસ્તુ મળી આવી સગીરાની માતાએ ફોસલાવી પૂછતા સગીરા સાથે બનેલી ઘટના જણાવી હતી અને આ બંગલાની પોલીસ દ્વારા તપાસ કરતા આ બંગલાની અંદરથી ગર્ભ નિરોધક વસ્તુઓ મળી આવી હતી. આ મકાનની અંદર અલગ અલગ સમયે સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું. આરોપીઓ દ્વારા સગીરાને ફસાવવા માટે તેના ફોટા પાડી લેવામાં આવ્યા હતા, જેની ધમકી આપી વારંવાર સગીરાને બોલાવી અને દુષ્કર્મ આચરતા અલગ અલગ જગ્યા પર લઈ જઈ અને દુષ્કર્મ કરવામાં આવતું હતું. આરોપીઓના નામ અજય મના અલગોતર શૈલેષ ઉકા ધ્રુવ મહેન્દ્ર કૌશિક ઉર્ફે લાલા વિજયસિંહ દર્શન મુકેશ કાના ઉર્ફે હરી અજય ભરવાડ 7 આરોપીઓ હજુ પણ ફરાર આરોપીઓએ બળજબરી પૂર્વક વારંવાર ધમકી આપી અને દુષ્કર્મ આચરતા છેલ્લા 7 મહિનાથી આ ઘટના બનતી હતી, જેને લઈને ભોગ બનનારની માતાએ થાનગઢ પોલીસ સ્ટેશનમાં 8 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને ફરિયાદના આધારે થાનગઢ પોલીસ દ્વારા 8માંથી 1 આરોપી દર્શન મુકેશ સદાદીયાને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે બાકીના 7 આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

થાનગઢમાં સગીરા સાથે 8 નરાધમોએ આચર્યું દુષ્કર્મ, 1ની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

થાનગઢમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે, જેમાં અલગ અલગ 8 નરાધમોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. સગીરાનું કુટુંબ મજૂરી કામ કરી અને ગુજરાન ચલાવે છે, જેમાં સગીરા પણ ઘર કામ કરવા જતી હતી.

સગીરાને ધમકી આપી અને દુષ્કર્મ આચર્યું

ત્યારે થાનગઢના હરીનગર ખાતે સગીરા જ્યારે ઘરકામ કરવા જતી ત્યારે દર્શન સદાદિયાના પ્રેમમાં ફસાઈ અને દર્શન દ્વારા આ તકનો લાભ લઈ અને સગીરાને ધમકી આપી અને દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ દર્શન અને તેના અન્ય મિત્રોને પણ ફોટા આપી અને સગીરાના ભાઈનું અપહરણ કરી મારી નાખવાની ધમકી આપી અને અવારનવાર દુષ્કર્મ કરવામાં આવતું હતું.

6 શખ્સો બ્લેકમેઈલ કરીને વારંવાર સગીરા સાથે શારીરિક દુષ્કર્મ આચરતા

અજય ભરવાડ નામના શખ્સે હરીનગર ખાતે આવેલા બંગલોમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાકીના કાનો ઉર્ફે હરી તેમજ બાકીના 6 શખ્સો દ્વારા બ્લેકમેઈલ કરીને વારંવાર સગીરા સાથે શારીરિક દુષ્કર્મ આચરતા હતા. જ્યારે હરીનગર ખાતેનું આ મકાન અજય મના દ્વારા કોઈ વેપારી પાસે ધંધો કરવા આપેલા રૂપિયાની લેતી દેતીમાં રૂપિયા પરત ન આપતા મકાન કબ્જે કર્યું હતું અને આ મકાન દુષ્કર્મ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું.

પોલીસે તપાસ કરતા બંગલામાંથી ગર્ભ નિરોધક વસ્તુ મળી આવી

સગીરાની માતાએ ફોસલાવી પૂછતા સગીરા સાથે બનેલી ઘટના જણાવી હતી અને આ બંગલાની પોલીસ દ્વારા તપાસ કરતા આ બંગલાની અંદરથી ગર્ભ નિરોધક વસ્તુઓ મળી આવી હતી. આ મકાનની અંદર અલગ અલગ સમયે સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું. આરોપીઓ દ્વારા સગીરાને ફસાવવા માટે તેના ફોટા પાડી લેવામાં આવ્યા હતા, જેની ધમકી આપી વારંવાર સગીરાને બોલાવી અને દુષ્કર્મ આચરતા અલગ અલગ જગ્યા પર લઈ જઈ અને દુષ્કર્મ કરવામાં આવતું હતું.

આરોપીઓના નામ

  1. અજય મના અલગોતર
  2. શૈલેષ ઉકા
  3. ધ્રુવ મહેન્દ્ર
  4. કૌશિક ઉર્ફે લાલા
  5. વિજયસિંહ
  6. દર્શન મુકેશ
  7. કાના ઉર્ફે હરી
  8. અજય ભરવાડ

7 આરોપીઓ હજુ પણ ફરાર

આરોપીઓએ બળજબરી પૂર્વક વારંવાર ધમકી આપી અને દુષ્કર્મ આચરતા છેલ્લા 7 મહિનાથી આ ઘટના બનતી હતી, જેને લઈને ભોગ બનનારની માતાએ થાનગઢ પોલીસ સ્ટેશનમાં 8 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને ફરિયાદના આધારે થાનગઢ પોલીસ દ્વારા 8માંથી 1 આરોપી દર્શન મુકેશ સદાદીયાને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે બાકીના 7 આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.