'તમારા રાજમાં દીકરીઓને ડર લાગે છે', ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગ સાથે AAPના રાજ્યભરમાં દેખાવો
AAP Protests Over Vadodara GangRape Case : વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યાં છે, ત્યારે AAPના નેતા અને કાર્યકરો દ્વારા વડોદરા, અમદાવાદ, સુરત, ભાવનગર, ભરૂચ સહિતના જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરીને દુષ્કર્મ પીડિતાને ન્યાય અપાવવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. સગીર સાથે દુષ્કર્મના બનાવની મોટી ઘટનાને લઈને AAP દ્વારા 'ગૃહમંત્રી તમારા રાજમાં દીકરીઓને ડર લાગે છે, ગૃહમંત્રી ફાંકા-ફોજદારી બંધ કરે...' તેવા બેનર સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરવામાં આવી.વડોદરામાં AAPનો વિરોધ, હર્ષ સંઘવીના રાજીનામાની માગવડોદરામાં સગીર પર ત્રણ નરાધમો સામુહિક દુષ્કર્મ ફરાર થઈ ગયા હતા, ત્યારે પોલીસ દ્વારા ત્રણેયની પકડી પાડવામાં આવ્યાં છે. આ દરમિયાન વડોદરામાં AAP દ્વારા દુષ્કર્મ પીડિતાને ન્યાય અપાવવા માટે વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપીને ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરવામાં આવી.વડોદરામાં 16 વર્ષની દિકરી સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું અને એ ઘટનાને 36 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં તંત્ર ગુનેગારોને પકડવામાં નિષ્ફળ નિવડયું છે. આજે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા દીકરીને ન્યાયની માંગ સાથે પદયાત્રા કરવામાં આવી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી. pic.twitter.com/brVIu7Fbxb— AAP Gujarat (@AAPGujarat) October 6, 2024અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન રાજ્યમાં મહિલા સુરક્ષાને ળઈને અનેક સવાલો થઈ રહ્યાં છે, ત્યારે વડોદરા દુષ્કર્મ પીડિયાને ન્યાય અપાવવા માટે AAP દ્વારા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.આ પણ વાંચો : કચ્છના ખારીરોહરમાં 120 કરોડની કિંમતનું 12 કિલોગ્રામ કોકેઈન મળી આવતા હડકંપ, શક્તિસિંહે ઉઠાવ્યા સવાલરાજકોટમાં વડોદરા દુષ્કર્મ કેસના પડઘાAAP દ્વારા રાજકોટ ખાતે પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબહેન પટેલની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુંસુરતમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં સાતથી વધુ દુષ્કર્મની ઘટનાઓ બની છે. ગૃહમંત્રી મહિલાઓને સુરક્ષિત રાખવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યા છે, ત્યારે તેને લઈને આમ આદમી પાર્ટીએ સુરત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.ભાવનગરમાં કલેક્ટરને આવેદનપત્ર આપી ગૃહમંત્રી રાજીનામાની માગAAP ભાવનગર દ્વારા કાર્યકારી પ્રમુખ રાજુભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં કલેક્ટરને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રી સુધી ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી.આ પણ વાંચો : વડોદરા દુષ્કર્મના આરોપીઓને સ્ટ્રેચર પર હૉસ્પિટલ લઈ જવા પડ્યા, 1000 ઘર, 45 કિ.મીના 1100 સીસીટીવી ફંફોળ્યાભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુંરાજ્યમાં મહિલાઓ પર અત્યાચારના બનાવી વધી રહ્યાં છે, ત્યારે વડોદરામાં સામુહિક દુષ્કર્મની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા છે. જેને લઈને AAP દ્વારા ગૃહમંત્રી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો સાથે ગૃહમંત્રીના રાજીનામાની માગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
AAP Protests Over Vadodara GangRape Case : વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યાં છે, ત્યારે AAPના નેતા અને કાર્યકરો દ્વારા વડોદરા, અમદાવાદ, સુરત, ભાવનગર, ભરૂચ સહિતના જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરીને દુષ્કર્મ પીડિતાને ન્યાય અપાવવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. સગીર સાથે દુષ્કર્મના બનાવની મોટી ઘટનાને લઈને AAP દ્વારા 'ગૃહમંત્રી તમારા રાજમાં દીકરીઓને ડર લાગે છે, ગૃહમંત્રી ફાંકા-ફોજદારી બંધ કરે...' તેવા બેનર સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરવામાં આવી.
વડોદરામાં AAPનો વિરોધ, હર્ષ સંઘવીના રાજીનામાની માગ
વડોદરામાં સગીર પર ત્રણ નરાધમો સામુહિક દુષ્કર્મ ફરાર થઈ ગયા હતા, ત્યારે પોલીસ દ્વારા ત્રણેયની પકડી પાડવામાં આવ્યાં છે. આ દરમિયાન વડોદરામાં AAP દ્વારા દુષ્કર્મ પીડિતાને ન્યાય અપાવવા માટે વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપીને ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરવામાં આવી.
વડોદરામાં 16 વર્ષની દિકરી સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું અને એ ઘટનાને 36 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં તંત્ર ગુનેગારોને પકડવામાં નિષ્ફળ નિવડયું છે. આજે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા દીકરીને ન્યાયની માંગ સાથે પદયાત્રા કરવામાં આવી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી. pic.twitter.com/brVIu7Fbxb— AAP Gujarat (@AAPGujarat) October 6, 2024
અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન
રાજ્યમાં મહિલા સુરક્ષાને ળઈને અનેક સવાલો થઈ રહ્યાં છે, ત્યારે વડોદરા દુષ્કર્મ પીડિયાને ન્યાય અપાવવા માટે AAP દ્વારા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.
રાજકોટમાં વડોદરા દુષ્કર્મ કેસના પડઘા
AAP દ્વારા રાજકોટ ખાતે પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબહેન પટેલની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
સુરતમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં સાતથી વધુ દુષ્કર્મની ઘટનાઓ બની છે. ગૃહમંત્રી મહિલાઓને સુરક્ષિત રાખવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યા છે, ત્યારે તેને લઈને આમ આદમી પાર્ટીએ સુરત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.
ભાવનગરમાં કલેક્ટરને આવેદનપત્ર આપી ગૃહમંત્રી રાજીનામાની માગ
AAP ભાવનગર દ્વારા કાર્યકારી પ્રમુખ રાજુભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં કલેક્ટરને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રી સુધી ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી.
ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
રાજ્યમાં મહિલાઓ પર અત્યાચારના બનાવી વધી રહ્યાં છે, ત્યારે વડોદરામાં સામુહિક દુષ્કર્મની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા છે. જેને લઈને AAP દ્વારા ગૃહમંત્રી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપો સાથે ગૃહમંત્રીના રાજીનામાની માગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.