તબીબોની હડતાળના કારણે શારદાબહેન હોસ્પિટલમાં opd માં એક પણ દર્દી તપાસી ના શકાયા
અમદાવાદ,શનિવાર,17 ઓગસ્ટ,2024કોલકોતાની આર જી કર મેડીકલ કોલેજમાં જુનિયર ડોકટર ઉપર દુષ્કર્મ,હત્યાની ઘટનાના વિરોધમાં તબીબો દ્વારા હડતાળ કરાઈ હતી. આ હડતાળના પગલે મ્યુનિ.હસ્તકની શારદાબહેન હોસ્પિટલમાં જયાં રોજ એક હજારથી વધુ દર્દીઓને ઓ.પી.ડી.માં તપાસ કરવામાં આવે છે.હડતાળ ઉપરેલા ઉતરેલા તબીબોએ ગેટ ખોલવા નહીં દેતા એક પણ દર્દી તપાસી શકાયા નહોતા. મ્યુનિ.હસ્તકની હોસ્પિટલોમાં અગાઉથી પ્લાન કરવામાં આવેલા ઓપરેશનને બદલે જરુરી હોય એવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા.રોજ કરતા ઓ.પી.ડી.માં ઓછી સંખ્યામાં દર્દીઓ તપાસવામાં આવ્યા હતા. કોલકોતામાં બનેલી ઘટનાને પગલે શનિવારે તમામ સંવર્ગના તબીબો હડતાળમાં જોડાતા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબહેન હોસ્પિટલમાં ઓ.પી.ડી.શરુ થાય એ પહેલા જ હડતાળ ઉપર ઉતરેલા તબીબોએ દરવાજા ઉપર ચકકાજામ કરી દેતા હોસ્પિટલમાં ઓ.પી.ડી.સેવા શરુ કરી શકાઈ નહોતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર,હેલ્થ,હોસ્પિટલે કહયુ, શનિવારે હાફ ડે હોવાથી માત્ર સવારના સમયે જ ઓ.પી.ડી.ચલાવાતી હોય છે. શારદાબહેન હોસ્પિટલમાં ઝીરો ઓ.પી.ડી.હતી.એસ.વી.પી.હોસ્પિટલમાં ઓ.પી.ડીમાં ૬૧૯ દર્દી તપાસવામાં આવ્યા હતા.વી.એસ.હોસ્પિટલમાં ઓ.પી.ડી.માં ૧૬૫ દર્દીની તપાસ કરવામાં આવી હતી.એલ.જી.હોસ્પિટલમા સામાન્ય પરિસ્થિતિમાં ઓ.પી.ડી.માં રોજ એક હજારથી વધુ લોકો ઓ.પી.ડી.સારવાર લેવા આવતા હોય છે.જેને બદલે શનિવારે ઓ.પી.ડી.માં ૬૫૨ લોકોને તપાસવામાં આવ્યા હતા.છ ઓપરેશન કરવામાં આવ્યા હતા.નગરી હોસ્પિટલમાં રાબેતામુજબની સેવાઓ રહી હતી.અગાઉ નકકી કરવામાં આવેલા ઓપરેશનને બદલે આકસ્મિક અને જરુરી હતા એવા જ ઓપરેશન મ્યુનિ.હોસ્પિટલોમાં કરવામાં આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શનિવાર,17 ઓગસ્ટ,2024
કોલકોતાની આર જી કર મેડીકલ કોલેજમાં જુનિયર ડોકટર ઉપર દુષ્કર્મ,હત્યાની ઘટનાના વિરોધમાં તબીબો દ્વારા હડતાળ કરાઈ હતી. આ હડતાળના પગલે મ્યુનિ.હસ્તકની શારદાબહેન હોસ્પિટલમાં જયાં રોજ એક હજારથી વધુ દર્દીઓને ઓ.પી.ડી.માં તપાસ કરવામાં આવે છે.હડતાળ ઉપરેલા ઉતરેલા તબીબોએ ગેટ ખોલવા નહીં દેતા એક પણ દર્દી તપાસી શકાયા નહોતા. મ્યુનિ.હસ્તકની હોસ્પિટલોમાં અગાઉથી પ્લાન કરવામાં આવેલા ઓપરેશનને બદલે જરુરી હોય એવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા.રોજ કરતા ઓ.પી.ડી.માં ઓછી સંખ્યામાં દર્દીઓ તપાસવામાં આવ્યા હતા.
કોલકોતામાં બનેલી ઘટનાને પગલે શનિવારે તમામ સંવર્ગના તબીબો હડતાળમાં જોડાતા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબહેન હોસ્પિટલમાં ઓ.પી.ડી.શરુ થાય એ પહેલા જ હડતાળ ઉપર ઉતરેલા તબીબોએ દરવાજા ઉપર ચકકાજામ કરી દેતા હોસ્પિટલમાં ઓ.પી.ડી.સેવા શરુ કરી શકાઈ નહોતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર,હેલ્થ,હોસ્પિટલે કહયુ, શનિવારે હાફ ડે હોવાથી માત્ર સવારના સમયે જ ઓ.પી.ડી.ચલાવાતી હોય છે. શારદાબહેન હોસ્પિટલમાં ઝીરો ઓ.પી.ડી.હતી.એસ.વી.પી.હોસ્પિટલમાં ઓ.પી.ડીમાં ૬૧૯ દર્દી તપાસવામાં આવ્યા હતા.વી.એસ.હોસ્પિટલમાં ઓ.પી.ડી.માં ૧૬૫ દર્દીની તપાસ કરવામાં આવી હતી.એલ.જી.હોસ્પિટલમા સામાન્ય પરિસ્થિતિમાં ઓ.પી.ડી.માં રોજ એક હજારથી વધુ લોકો ઓ.પી.ડી.સારવાર લેવા આવતા હોય છે.જેને બદલે શનિવારે ઓ.પી.ડી.માં ૬૫૨ લોકોને તપાસવામાં આવ્યા હતા.છ ઓપરેશન કરવામાં આવ્યા હતા.નગરી હોસ્પિટલમાં રાબેતામુજબની સેવાઓ રહી હતી.અગાઉ નકકી કરવામાં આવેલા ઓપરેશનને બદલે આકસ્મિક અને જરુરી હતા એવા જ ઓપરેશન મ્યુનિ.હોસ્પિટલોમાં કરવામાં આવ્યા હતા.