ડુપ્લીકેટ સોનાના દાગીના પધરાવી ઠગે અમદાવાદ રેલવેના ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટરને રૂ.7 લાખનો ચૂનો ચોપડયો

Jun 14, 2025 - 18:30
ડુપ્લીકેટ સોનાના દાગીના પધરાવી ઠગે અમદાવાદ રેલવેના ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટરને રૂ.7 લાખનો ચૂનો ચોપડયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara : અમદાવાદ રેલવે હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટરને એક શખ્સે સોનાના દાગીના અને લગડી આપવાના બહાને ડુપ્લીકેટ દાગીના પધરાવી રૂપિયા 7 લાખ પડાવી લીધા હતા. જેથી ટીસીએ ચૂનો ચોપડનાર વિરુદ્ધ વડોદરા રેલવે પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

 અમદાવાદ હેડ ક્વાર્ટરમાં ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર બજરંગલાલ ખીચીએ વડોદરા રેલવે પોલીસમાં ફરીયાદ નોધાવી છે કે, હું ગઇ 30 મેના રોજ મારી નોકરી અમદાવાદથી સુર્યનગરીમાં બાન્દ્રા અને બાન્દ્રાથી સુર્યનગરી ટ્રેનમાં અમદાવાદ સુધીની હતી. દરમિયાન હું મુસાફરોની ટીકીટ ચેક કરતો અમદાવાદ જતો હતો ત્યારે વિશ્વામિત્રી અને વડોદરા રેલવે સ્ટેશન વચ્ચે રાજુભાઈ નામના ઇસમે મને જણાવેલ કે હું કડીયા કામ કરૂ છું મારી છોકરીના લગ્ન માટે પૈસાની જરૂર છે મારી પાસે કડીયા કામ કરતા દરમ્યાન સોના-ચાંદીની જુની વસ્તુઓ મળેલ છે. તમે કોઇની પાસે વેચાણ કરીને મને મદદ કરો તેમ કહી મને એક લગડી આપી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0