ટેકાના ભાવે મગફળી ખરીદીમાં હજારો અરજી મંજૂર નહીં થતાં ખેડૂતોમાં રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરકારને સેટેલાઈટ ઈમેજથી હજારો ખેતરોમાં મગફળી દેખાઈ નહીં! : સરકાર હેરાન કરે છે કહીને સેંકડો ખેડૂતોનું ટંકારામાં વિરોધ પ્રદર્શન, : અમરેલી સહિત દરેક જિલ્લામાં વિરોધ
રાજકોટ, : ગુજરાતમાં આ વર્ષે 22 લાખ હેક્ટરમાં વિક્રમજનક વાવેતર સાથે એકંદરે સાનુકૂળ મૌસમથી મગફળીનો રેકોર્ડબ્રેક 66 લાખ ટન પાકનો અંદાજ છે અને બજારમાં મગફળીના ભાવ રૂ।. 900થી 1200 વચ્ચે જ રહ્યા છે ત્યારે સરકારને રૂ।. 1453ના ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોનો ભારે ધસારો રહ્યો છે. આ સ્થિતિમાં ખેડૂતોએ રજૂ કરેલી વિગતોની ડિજિટલ ક્રોપ સર્વેમાં હજારો ખેડૂતોના ખેતરોમાં સરકારને મગફળી વવાયેલી નજરે નહીં પડતા અને તે અન્વયે હજારો ખેડૂતોને ' આપના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળેલ નથી' તેવા મેસેજ ફટકારાતા કિસાનોમાં ભારે અસંતોષ,ઉહાપોહ અને રોષ જાગ્યો છે જેના પગલે રજૂઆતો,વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે.
What's Your Reaction?






