જીએમડીસીના ૫૦૦ કર્મચારીઓને કોર્ટના આદેશ મુજબ પેન્શન મળતું નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, બુધવાર
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના એકાઉન્ટ વિભાગના અધિકારીઓએ નિવૃત્ત કર્મચારીઓના પગાર અંગેની માહિતી આપવામાં ગલ્લાંતલ્લાં કરી રહ્યું હોવાથી ૫૦૦થી વધુ નિવૃત્ત કર્મચારીઓને કોર્ટના આદેશ પ્રમાણે નવું પેન્શન મળી ન શકતું હોવાની બૂમ ઊઠી છે. સુપ્રીમ કોર્ટે ૨૦૨૨માં કર્મચારીઓની તરફેણમાં ચૂકાદો આપ્યો તે પછી જીએમડીસી પેન્શનર્સ એસોસિયેશને ગુજરાત ખનીજ વિકાસ નિગમના કર્મચારીઓએ હાયર પેન્શન આપવા માટે પેન્શન કચેરીમાં અરજી કરી હતી.
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના કર્મચારીઓની રજૂઆત મળ્યા પછી અમદાવાદની એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ કચેરીએ પણ બે વાર પત્ર લખીને જીએમડીસીમાંથી નિવૃત્ત થઈ ગયેલા ૫૧૬ કર્મચારીઓના નોકરીઓના વર્ષ દરમિયાનના પ્રોવિડન્ટ ફંડની કપાત, કંપનીએ તેમાં ઉમેરેલો હિસ્સો અને તેને લગતી ઇતર માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું. પરંતુ જીએમડીસીના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ પાસે આ માહિતી જ ન હોય કે અન્ય કોઈ કારણોસર નિવૃત્ત કર્મચારીાઓને લગતી માહિતી પૂરી પાડવામાં જ આવતી નથી.
What's Your Reaction?






