જામનગર: શેરમાર્કેટની લાલચ, સોશિયલ મીડિયા થકી શિકાર, 25.86 લાખનું સાયબર ફ્રોડ કરનાર ગઠિયો ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Cyber Fraud Case: જામનગરના એક નાગરિકનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કરી સાયબર ઠગોની ગેંગ દ્વારા શેરમાર્કેટમાં રોકાણ કરાવી આપવાની અને ખૂબ ઊંચા નફાની લાલચ આપવામાં આવી હતી. લાલચમાં આવી ફરિયાદી પાસેથી વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂ. 25,86,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી આર્થિક છેતરપિંડી આચરવામાં આવી હતી. આ બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(5), 318(4), 319(2), 61(2) તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

