Surat સચિન GIDCની કંપનીમાં રાત્રિ દરમિયાન ત્રીજા માળેથી પડી જતાં શ્રમિક યુવકનું કરુણ મોત

Aug 7, 2026 - 12:00
Surat સચિન GIDCની કંપનીમાં રાત્રિ દરમિયાન ત્રીજા માળેથી પડી જતાં શ્રમિક યુવકનું કરુણ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના સચિન GIDCમાં આવેલી એક એલ્યુમિનિયમ ઉત્પાદક કંપનીમાં રાત્રિના સમયે એક અત્યંત દર્દનાક દુર્ઘટના સામે આવી છે. મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ સચિન GIDC વિસ્તારમાં જ રહેતા રવિન્દ્ર રમેશ પાડવી નામના યુવક કંપનીના ત્રીજા માળે કામ કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક નીચે પટકાયા હતા. ત્રીજા માળેથી નીચે પડતાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. દુર્ઘટના સર્જાતાં જ આસપાસના સાથી કર્મચારીઓ અને પરિવારજનો તેને ત્વરિત સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

તહેવાર ટાણે જ પરિવાર પર આભ તૂટી પડ્યું

મૃતક યુવકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જ 3 બહેનોના એકમાત્ર લાડકવાયા ભાઈ રવિન્દ્રનું અકાળે અવસાન થતાં પરિવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. ભાઈના હાથ પર રાખડી બાંધવાના દિવસો પહેલાં જ બહેનોની આંખોમાં આસુ છલકાઈ ગયાં છે અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક સચિન GIDC પોલીસની ટીમ ઘટનાસ્થળે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. કંપનીમાં સુરક્ષાના સાધનોની કમી કે અન્ય કોઈ ટેકનીકલ ખામીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી કે કેમ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0