જામનગર શહેર કોંગ્રેસ દ્વારા 'વોટ ચોર-ગાદી છોડ'ના નારા સાથે વોર્ડ નંબર 4 માં સહી ઝુંબેશનો પ્રારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar Congress : કોંગ્રેસના સાંસદ અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની ચૂંટણી પછી મતદાર યાદીમાં ચૂંટણી પંચ દ્વારા થઈ રહેલી ગોબાચારીનો આધાર-પુરાવા સાથે પર્દાફાશ કર્યો હતો.
મતદાર યાદીમાં અને દેશમાં ચૂંટણીઓમાં ચાલી રહેલી વ્યાપક ગેરરીતિઓ સામેની લડતને દેશવ્યાપી બનાવવા 'વોટ ચોર, ગાદી છોડ'ના નારા સાથે સહીં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ ઝુંબેશના ભાગ રૂપે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે શહેરના વોર્ડ નાં 4 માં 'વોટ ચોર, ગાદી છોડ' ના નારા સાથેની સહી ઝુંબેશનો પ્રારંભ કરાયો છે.
What's Your Reaction?






