જામનગર શહેરમાં ક્રિકેટના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા

-મોબાઈલ ફોનમાં આઈડી મારફતે ભારત શ્રીલંકા વચ્ચેની મેચ પર જુગાર રમી રહેલા ત્રણ શખ્સો પકડાયાજામનગર શહેરમાં પોલીસે ગઈકાલે જુદા જુદા ત્રણ સ્થળો પર ક્રિકેટના સટ્ટા અંગે દરોડા પાડ્યા હતા, અને મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઈડી મારફતે ભારત અને શ્રીલંકા ની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમી રહેલા ત્રણ શખ્સોની અટકાયત કરી છે, જ્યારે અન્ય બુકી નું નામ ખુલ્યું છે. જામનગરમાં સૌ પ્રથમ દરોડો પંચેશવર ટાવર પાસે પાડવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર થી જામનગર આવેલા કમલેશ ઉર્ફે કલ્પો બાબુભાઈ ચાવડા નામના એક વેપારી શખ્સને પોલીસે જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમવા અંગે ઝડપી લીધા છે. પોતાના મોબાઈલની આઈડી ફોનમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વન-ડે ક્રિકેટ મેચ પર હારજીત રહ્યો હોવાથી પોલીસે તેની અટકાયત કરી લઈ તેના કબજા માંથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતનું સાહિત્ય કર્યું છે.જ્યારે તેની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર અમદાવાદના બુકી વિનીત પટેલને ફરારી જાહેર કરાયો છે.ક્રિકેટના સટ્ટા અંગેનો બીજો દરોડો જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં પોતાના મોબાઈલ ફોન મારફતે ક્રિકેટની આઈડી પર ક્રિકેટનો સટ્ટો રમી રહેલા નરેશ શોભરાજભાઈ કતિયારાની પોલીસે અટકાયત કરી લઈ તેની પાસેથી રોકડ અને મોબાઈલ ફોન વગેરે કબજે કરી લીધા છે.આ ઉપરાંત જામનગરમાં હિંગળાજ ચોક વિસ્તારમાંથી જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમી રહેલા અશોક મનજીભાઈ નંદા નામના વેપારીને પોલીસે ઝડપી લીધો છે. અને તેની પાસેથી પણ મોબાઈલ ફોન સહિતનું ક્રિકેટના સટ્ટાનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગર શહેરમાં ક્રિકેટના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


-મોબાઈલ ફોનમાં આઈડી મારફતે ભારત શ્રીલંકા વચ્ચેની મેચ પર જુગાર રમી રહેલા ત્રણ શખ્સો પકડાયા

જામનગર શહેરમાં પોલીસે ગઈકાલે જુદા જુદા ત્રણ સ્થળો પર ક્રિકેટના સટ્ટા અંગે દરોડા પાડ્યા હતા, અને મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઈડી મારફતે ભારત અને શ્રીલંકા ની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમી રહેલા ત્રણ શખ્સોની અટકાયત કરી છે, જ્યારે અન્ય બુકી નું નામ ખુલ્યું છે.

 જામનગરમાં સૌ પ્રથમ દરોડો પંચેશવર ટાવર પાસે પાડવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર થી જામનગર આવેલા કમલેશ ઉર્ફે કલ્પો બાબુભાઈ ચાવડા નામના એક વેપારી શખ્સને પોલીસે જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમવા અંગે ઝડપી લીધા છે.

 પોતાના મોબાઈલની આઈડી ફોનમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વન-ડે ક્રિકેટ મેચ પર હારજીત રહ્યો હોવાથી પોલીસે તેની અટકાયત કરી લઈ તેના કબજા માંથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતનું સાહિત્ય કર્યું છે.

જ્યારે તેની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર અમદાવાદના બુકી વિનીત પટેલને ફરારી જાહેર કરાયો છે.

ક્રિકેટના સટ્ટા અંગેનો બીજો દરોડો જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં પોતાના મોબાઈલ ફોન મારફતે ક્રિકેટની આઈડી પર ક્રિકેટનો સટ્ટો રમી રહેલા નરેશ શોભરાજભાઈ કતિયારાની પોલીસે અટકાયત કરી લઈ તેની પાસેથી રોકડ અને મોબાઈલ ફોન વગેરે કબજે કરી લીધા છે.

આ ઉપરાંત જામનગરમાં હિંગળાજ ચોક વિસ્તારમાંથી જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમી રહેલા અશોક મનજીભાઈ નંદા નામના વેપારીને પોલીસે ઝડપી લીધો છે. અને તેની પાસેથી પણ મોબાઈલ ફોન સહિતનું ક્રિકેટના સટ્ટાનું સાહિત્ય કબજે કર્યું છે.