જામનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપ દ્વારા ગઈકાલે 16 વોર્ડના 64 ઉમેદવારોની યાદી જાહેર કરતા રાજકીય ભારે ઉથલ પાથલ

Apr 11, 2026 - 19:30
જામનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપ દ્વારા ગઈકાલે 16 વોર્ડના 64 ઉમેદવારોની યાદી જાહેર કરતા રાજકીય ભારે ઉથલ પાથલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ગઈકાલે જાહેર કરાયેલાં ઉમેદવારોની યાદીએ શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચાવી છે. આ વખતે પક્ષે મોટા પાયે ફેરફારો કરીને ગત ટર્મના મોટા ભાગના કોર્પોરેટરોને રીપિટ કર્યા વગર નવા ચહેરાઓને તક આપી છે.

જાહેર થયેલી યાદી મુજબ માત્ર 14 પૂર્વ કોર્પોરેટરોને જ ફરી તક આપવામાં આવી છે, જ્યારે અનેક ગત બોડીના અનેક સભ્યોના પત્તા કપાતાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને પૂર્વ મેયર વિનોદ ખીમસુરિયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, પૂર્વ ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા તેમજ દંડક કેતન નાખવા જેવા અગ્રણીઓને ટિકિટ ન મળતા આશ્ચર્ય અને અસંતોષનો માહોલ સર્જાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0