જામનગર: જામજોધપુરના ગોરખડી ગામે નદી કિનારે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડો, બે આરોપીની ધરપકડ

Jun 7, 2026 - 16:00
જામનગર: જામજોધપુરના ગોરખડી ગામે નદી કિનારે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડો, બે આરોપીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar News: જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકાના ગોરખડી ગામની સીમમાં ફુલઝર નદીના કાંઠે આવેલી વાડી વિસ્તારમાં ધમધમતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર પોલીસે ઓચિંતો દરોડો પાડ્યા હતા.  આ દરોડા દરમિયાન પોલીસે દેશી દારૂ, મોટા જથ્થામાં કાચો આથો અને વાહન સહિત કુલ 2,57,825 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે બે આરોપીઓની ધરપકડ કરી એકને ફરાર જાહેર કરાયો છે.

નદી કિનારે ચાલતી હતી ભઠ્ઠી

મળતી માહિતી અનુસાર, ગોરખડી ગામની સીમમાં ફુલઝર નદીના કાંઠે વાડી વિસ્તારમાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી LCBની ટીમને મળી હતી. જેના આધારે ટીમે પ્લાન બનાવીને સ્થળ પર રેડ પાડી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0