જામનગરમાં ગણપતિ મહોત્સવ દરમિયાન યુવતીને હડધૂત કરી માર મારવા બાબતે ત્રણ મહિલા સહિત છ સામે ફરિયાદ
Jamnagar Crime : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી એક અનુસૂચિત યુવતીએ પોતાને ગણપતિ મહોત્સવ દરમિયાન દર્શન કરવા માટે આવવા બાબતે તકરાર કરી અનુસૂચિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે બાવાવાડ વિસ્તારમાં રહેતી આશાબેન ભાનુશાળી, અને તેની બે પુત્રવધુઓ ઉપરાંત તેના પૌત્ર પાર્થ અને તુષાર બાવાજી તથા કિસુબેન કોળી વગેરે છ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર અનુસૂચિત જાતીની યુવતી ગણપતિના પંડાલમાં દર્શન કરવા આવી હોવાથી તેને તમામ આરોપીઓ દ્વારા હડધૂત કરવામાં આવી હતી, અને અહીં દર્શન કરવા માટે તારે આવવાનું નથી, તેમ કહી માર મારી સમાજમાં હલકા પાડવા માટેના અપશબ્દો ઉચ્ચાર્યા હતા. સાથો સાથ ઝાપટ મારી દીધી હતી, તેથી મામલો પોલીસ મઠકમાં લઈ આવ્યા છે અને પોલીસે તમામ આરોપીઓ સામે એસ્ટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar Crime : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી એક અનુસૂચિત યુવતીએ પોતાને ગણપતિ મહોત્સવ દરમિયાન દર્શન કરવા માટે આવવા બાબતે તકરાર કરી અનુસૂચિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે બાવાવાડ વિસ્તારમાં રહેતી આશાબેન ભાનુશાળી, અને તેની બે પુત્રવધુઓ ઉપરાંત તેના પૌત્ર પાર્થ અને તુષાર બાવાજી તથા કિસુબેન કોળી વગેરે છ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર અનુસૂચિત જાતીની યુવતી ગણપતિના પંડાલમાં દર્શન કરવા આવી હોવાથી તેને તમામ આરોપીઓ દ્વારા હડધૂત કરવામાં આવી હતી, અને અહીં દર્શન કરવા માટે તારે આવવાનું નથી, તેમ કહી માર મારી સમાજમાં હલકા પાડવા માટેના અપશબ્દો ઉચ્ચાર્યા હતા.
સાથો સાથ ઝાપટ મારી દીધી હતી, તેથી મામલો પોલીસ મઠકમાં લઈ આવ્યા છે અને પોલીસે તમામ આરોપીઓ સામે એસ્ટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.