છોટાઉદેપુરમાં બેફામ 'મોતની સવારી' સામે કાર્યવાહી: અકસ્માતો વધતા પોલીસ બાદ RTO પણ એક્શનમાં

Jun 8, 2026 - 02:00
છોટાઉદેપુરમાં બેફામ 'મોતની સવારી' સામે કાર્યવાહી: અકસ્માતો વધતા પોલીસ બાદ RTO પણ એક્શનમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Chhota Udaipur News: છોટાઉદેપુર અને રંગપુર વિસ્તારમાં ગેરકાયદે અને ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરીને દોડતી તુફાન ગાડીઓ સામે RTO તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં જ એક ઓવરલોડ તુફાન ગાડીનો ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ ઊંઘમાંથી જાગેલા વહીવટી તંત્રએ તાબડતોબ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરી છે. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતી 6 જેટલી ગાડીઓને ઝડપી પાડી તેમની સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. RTOની આ આકસ્મિક કાર્યવાહીથી ગેરકાયદે રીતે વાહન ચલાવતા ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0