છત્રાલમાં રિક્ષાચાલકનો 5 હોમગાર્ડ પર એસિડ એટેક, એક મહિલા હોમગાર્ડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Acid Attack in Chhatral : કલોલના છત્રાલમાં એક સાથે ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ એટેક થતા સનસનાટી મચી ગઈ છે. આ અહેવાલોને પગલે પોલીસ વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે જેની ઓળખ અશોક રાવત તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, અશોક રાવત નામનો એક રિક્ષાચલક એસિડની બોટલ ભરીને આવ્યો હતો અને એકસાથે ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ ફેંકીને નાસી ગયો હતો. આ હુમલામાં એક મહિલા હોમગાર્ડ વધુ દાઝી ગયા છે, જેમને ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.
What's Your Reaction?






