'ચંદા દો, ધંધા લો સૂત્રને સાર્થક કરતું વધુ એક કૌભાંડ' નગરપાલિકામાં મારામારી બાદ કોંગ્રેસનો પ્રહાર
Gujarat Politics: ગઈકાલે કલોલ નગર પાલિકામાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતાં. જેને લઈને કોંગ્રેસ નેતા મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં છે. મનીષ દોશીએ કહ્યું કે, ભાજપના ચંદા દો, ધંધા લો સૂત્રને સાર્થક કરતું વધુ એક ઉદાહરણ ગુજરાતના કલોલમાં જોવા મળ્યું છે. કોંગ્રેસના કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ગઈકાલે કલોલમાંથી સામે આવેલા હિંસાના દ્રશ્યોને કેન્દ્ર રાખીને ભાજપ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે.દોશીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ શાસિત નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં વિકાસના નામે જુદી-જુદી રીતે દેવાળીયા વહીવટ કરવામાં આવે છે. ભાજપ નેતાઓએ પોતે નગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસના નામે 15 ટકા કમિશન લીધાનો સ્વીકાર કર્યો છે. કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીનો દાવો કરતી ભાજપનો ગળાડૂબ ભ્રષ્ટાચાર અને લૂંટના મોડલમાં વાંધો પડતાં છૂટાહાથે મારામારીના દ્રશ્યો સર્જાયા હતાં. ભાજપના જ લોકોના જૂથ એકબીજા સાથે ટકરાતા ગઈકાલે ગુજરાતે નગરપાલિકામાં થયેલી હિંસાના દ્રશ્યો ગુજરાતે જોયા છે.'આ પણ વાંચોઃ અમદાવાદનો શાહીબાગ અંડરપાસ રાત્રે 12થી સવારે છ વાગ્યા સુધી બંધ રહેશે, જાણી લો વૈકલ્પિક રૂટશું હતી સમગ્ર ઘટના? ગાંધીનગર જિલ્લાની કલોલ કલોલ નગર પાલિકામાં વિકાસના કામોને સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી મંજૂર કરેલા કામોનું ફરીથી રિ ટેન્ડરિંગ કરતાં વિવાદ થયો હતો. જેમાં પહેલાં ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં અચાનક આ વિવાદ હિંસામાં ફેરવાઈ ગયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Politics: ગઈકાલે કલોલ નગર પાલિકામાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતાં. જેને લઈને કોંગ્રેસ નેતા મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં છે. મનીષ દોશીએ કહ્યું કે, ભાજપના ચંદા દો, ધંધા લો સૂત્રને સાર્થક કરતું વધુ એક ઉદાહરણ ગુજરાતના કલોલમાં જોવા મળ્યું છે. કોંગ્રેસના કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ગઈકાલે કલોલમાંથી સામે આવેલા હિંસાના દ્રશ્યોને કેન્દ્ર રાખીને ભાજપ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે.
દોશીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ શાસિત નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં વિકાસના નામે જુદી-જુદી રીતે દેવાળીયા વહીવટ કરવામાં આવે છે. ભાજપ નેતાઓએ પોતે નગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસના નામે 15 ટકા કમિશન લીધાનો સ્વીકાર કર્યો છે. કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીનો દાવો કરતી ભાજપનો ગળાડૂબ ભ્રષ્ટાચાર અને લૂંટના મોડલમાં વાંધો પડતાં છૂટાહાથે મારામારીના દ્રશ્યો સર્જાયા હતાં. ભાજપના જ લોકોના જૂથ એકબીજા સાથે ટકરાતા ગઈકાલે ગુજરાતે નગરપાલિકામાં થયેલી હિંસાના દ્રશ્યો ગુજરાતે જોયા છે.'
શું હતી સમગ્ર ઘટના?
ગાંધીનગર જિલ્લાની કલોલ કલોલ નગર પાલિકામાં વિકાસના કામોને સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી મંજૂર કરેલા કામોનું ફરીથી રિ ટેન્ડરિંગ કરતાં વિવાદ થયો હતો. જેમાં પહેલાં ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં અચાનક આ વિવાદ હિંસામાં ફેરવાઈ ગયો હતો.