ગૌરક્ષકો પાસેથી પેટ ભરીને પડાવ્યા રૂપિયા, ફરિયાદ થતાં તોડ કરનાર બે પોલીસ જવાનો સસ્પેન્ડ

ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ દિવસ અગાઉજિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા તપાસને અંતે નિર્ણય લેવામાં આવ્યો : પોલીસ બેડામાં ફફડાટગાંધીનગર :  ગાંધીનગર શહેરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ દિવસ અગાઉ પીસીઆર વાનમાં રહેલા પોલીસ જવાનો અને ગૌરક્ષકો દ્વારા પશુઓ ભરીને જતા વાહન ચાલક પાસેથી ૩૫ હજારનો તોડ કરવામાં આવ્યો હતો. જે ઘટના સંદર્ભે જિલ્લા પોલીસ વડાને મળેલી ફરિયાદને આધારે તપાસના અંતે આ બે જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેને લઇ જિલ્લા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.ગાંધીનગર જિલ્લામાં આમ તો પોલીસ વડા તરીકે રવિતેજા વાસમસેટ્ટીએ સુકાન સંભાળી લીધા બાદ જિલ્લામાં તોડબાજ અને વહીવટીયા પોલીસ જવાનોની યાદી તૈયાર કરીને તેમને દૂરના વિસ્તારોમાં મૂકી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં પોલીસવડા પણ ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં તપાસ માટે પહોંચી જતા હોવાથી જિલ્લામાં પોલીસ દ્વારા થતા તોડની ઘટનાઓ અટકી ગઈ હતી. જો કે હજીયે ઘણા પોલીસ જવાનો આ પ્રકારની પ્રવૃત્તિને બંધ કરવાનું નામ લેતા નથી ત્યારે ગાંધીનગર શહેરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેડ કોન્સ્ટેબલ ચંદ્રશેખર ગોપાલસિંહ તેમજ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ભવનસિંહ દ્વારા કોબા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન પશુઓ ભરીને જતા વાહનને ગૌરક્ષકો દ્વારા રોકવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પોલીસ જવાનો અહીં પહોંચ્યા હતા અને આ વાહન ચાલક પાસેથી ૩૫ હજારનો તોડ કરી લેવામાં આવ્યો હતો .જેમાંથી ૧૦ હજાર રૃપિયા આ પોલીસ જવાનોએ લીધા હતા. જોકે આ ઘટનાને પગલે ગાંધીનગર જિલ્લા પોલીસવડાને ફરિયાદ કરવામાં આવી હતી અને તેના આધારે તેમણે અંદરખાને તપાસ કરાવી હતી અને તેમાં આ ઘટના સાચી જણાઈ હતી. જેના પગલે આ બંને પોલીસ જવાનોને ગઈકાલે જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને લીધે હાલ જિલ્લાના તોડબાજ પોલીસ જવાનોમાં ફાફડાટ ફેલાઈ ગયો છે.

ગૌરક્ષકો પાસેથી પેટ ભરીને પડાવ્યા રૂપિયા, ફરિયાદ થતાં તોડ કરનાર બે પોલીસ જવાનો સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ દિવસ અગાઉ

જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા તપાસને અંતે નિર્ણય લેવામાં આવ્યો : પોલીસ બેડામાં ફફડાટ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ દિવસ અગાઉ પીસીઆર વાનમાં રહેલા પોલીસ જવાનો અને ગૌરક્ષકો દ્વારા પશુઓ ભરીને જતા વાહન ચાલક પાસેથી ૩૫ હજારનો તોડ કરવામાં આવ્યો હતો. જે ઘટના સંદર્ભે જિલ્લા પોલીસ વડાને મળેલી ફરિયાદને આધારે તપાસના અંતે આ બે જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેને લઇ જિલ્લા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ગાંધીનગર જિલ્લામાં આમ તો પોલીસ વડા તરીકે રવિતેજા વાસમસેટ્ટીએ સુકાન સંભાળી લીધા બાદ જિલ્લામાં તોડબાજ અને વહીવટીયા પોલીસ જવાનોની યાદી તૈયાર કરીને તેમને દૂરના વિસ્તારોમાં મૂકી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં પોલીસવડા પણ ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં તપાસ માટે પહોંચી જતા હોવાથી જિલ્લામાં પોલીસ દ્વારા થતા તોડની ઘટનાઓ અટકી ગઈ હતી.

જો કે હજીયે ઘણા પોલીસ જવાનો આ પ્રકારની પ્રવૃત્તિને બંધ કરવાનું નામ લેતા નથી ત્યારે ગાંધીનગર શહેરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેડ કોન્સ્ટેબલ ચંદ્રશેખર ગોપાલસિંહ તેમજ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ભવનસિંહ દ્વારા કોબા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન પશુઓ ભરીને જતા વાહનને ગૌરક્ષકો દ્વારા રોકવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પોલીસ જવાનો અહીં પહોંચ્યા હતા અને આ વાહન ચાલક પાસેથી ૩૫ હજારનો તોડ કરી લેવામાં આવ્યો હતો .જેમાંથી ૧૦ હજાર રૃપિયા આ પોલીસ જવાનોએ લીધા હતા.

જોકે આ ઘટનાને પગલે ગાંધીનગર જિલ્લા પોલીસવડાને ફરિયાદ કરવામાં આવી હતી અને તેના આધારે તેમણે અંદરખાને તપાસ કરાવી હતી અને તેમાં આ ઘટના સાચી જણાઈ હતી. જેના પગલે આ બંને પોલીસ જવાનોને ગઈકાલે જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને લીધે હાલ જિલ્લાના તોડબાજ પોલીસ જવાનોમાં ફાફડાટ ફેલાઈ ગયો છે.