ગોલ્ડમાં રોકાણ કરવાનું કહીને જ્વેલર્સ સાથે ૯૬ લાખ રૂપિયાની છેતરપિંડી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, ગુરૂવાર
સેેટેલાઇટમાં ઇસરો કેમ્પસ પાસે આવેલા વર્ધમાન હીલ્સમાં રહેતા ગઠિયાએ તેના સાગરિત સાથે મળીને રોકાણ કરવાના નામે જ્વેલર્સને વિશ્વાસમાં લઇને તેમની પાસેથી ૯૬ લાખની કિંમતનો સોનાના સિક્કો મંગાવીને નાણાં નહી આપીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. પાર્થ દલવાડી નામના ગઠિયાએ ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાં સોનાના દાગીનાનો વ્યવસાય કરતા વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનું સોનુ લઇને મોટાપ્રમાણમાં ઠગાઇ આચરી હતી.
ઇસનપુરમાં આવેલા આલોક બંગ્લોઝમાં રહેતા અમિતભાઇ સોની માણેકચોકમાં સોના-ચાંદીના દાગીનાનો વ્યવસાય કરે છે. થોડા મહિના પહેલા તેમને તેમના પરિચિત વેપારી રાકેશ સોની (રહે. સુરભી ટેનામેન્ટ, ઇસનપુર)એ જણાવ્યુ હતું કે સેટેલાઇટ ઇસરો કેમ્પસની બાજુમાં આવેલા વર્ધમાન હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા પાર્થ દલવાડી સરકારમાં ટેન્ડર ભરીને મોટા પ્રોજેક્ટનું કામ કરે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

