ગુજરાતમાં સરકારી વીજ કંપનીઓની ઓનલાઈન સેવાઓ 6 થી 10 જૂન સુધી બંધ રહેશે

Jun 5, 2025 - 21:30
ગુજરાતમાં સરકારી વીજ કંપનીઓની ઓનલાઈન સેવાઓ 6 થી 10 જૂન સુધી બંધ રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


GUVNL's Online Service close frome 6-10 June : ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ડેટા સેન્ટર ખાતે નોન-આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નવીનીકરણની કામગીરીને લઈને સરકારી વીજ કંપનીઓની ઓનલાઈન સેવા 6 જૂનની સાંજે 6 વાગ્યાથી 10 જૂનના સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે. આ મામલે GUVNLએ તેની સત્તાવાર વેબસાઈટ પર જાણકારી આપી છે. 

સરકારી વીજ કંપનીઓની ઓનલાઈન સેવાઓ 6 થી 10 જૂન સુધી બંધ

GUVNLના જણાવ્યા મુજબ, આવતીકાલે શુક્રવારે (6 જૂન) સાંજના 6 વાગ્યાથી 10 જૂને 10 વાગ્યા સુધી GUVNL અને તેની વીજ વિતરણ કંપનીઓમાં UGVCL, MGVCL,PGVCL, DGVCL,  GETCO અને GSECLની ઓનલાઈન સેવા બંધ રહેશે. GUVNL ડેટા સેન્ટર ખાતે નોન-આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરી કરવાની હોવાથી આ પ્રકારનો નિર્ણય કરાયો છે, ત્યારે ઓનલાઈન લાઈટ બીલ ભરવા સહિતની કામગીરીને લઈને ગ્રાહકોએ તેની નોંધ લેવા જણાવાયું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0