ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક, તમામ જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સથી કરી વાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rain in Gujarat: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધોધમાર વરસાદ સાથે થઈ છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ અનરાધાર વરસાદની સ્થિતિ સર્જાઈ છે. નદીઓમાં પુર આવતા અનેક ગામડાઓમાં પાણી ઘુસી ગયા છે. જ્યારે અનેક પુલ તૂટી જતા વાહનવ્યવહાર પણ ખોરવાયો છે.
What's Your Reaction?






