ગુજરાતમાં મેડિકલ કોલેજોના ઈન્સ્પેક્શનમાં લાંચ-ગેરરીતિની ફરિયાદો, નવા પ્રવેશ પર પ્રતિબંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Medical College Scandal: મેડિકલ કોલેજોના ઈન્સ્પેકશનમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારને પગલે સીબીઆઈ દ્વારા 14થી વધુ કોલેજના મેનેજમેન્ટ વ્યક્તિઓ સામે ડૉક્ટર તેમજ અધિકારીઓ સહિતના વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરી છે ત્યારે જે કોલેજોએ ઈન્સ્પેકશનમાં ગેરરીતિ આચરી હતી કે રિપોર્ટમાં ગોટાળા કર્યા હતા તે કોલેજો સામે તથા ઈન્સ્પેકશન કરનાર અધિકારીઓ સામે મેડિકલ કમિશને પગલાં લેવાની જાહેરાત કરી છે.
ગેરરીતિ આચનારી મેડિકલ કોલેજને નવા પ્રવેશ માટે મંજૂરી નહીં મળે
એનએમસી દ્વારા લેવાયેલા નિર્ણયો મુજબ ગેરરીતિ આચરનારી કર્ણાટકની મેડિકલ કોલેજમાં નવા શૈક્ષણિક વર્ષ 2025-26 એટલે કે ચાલુ વર્ષ માટે રીન્યુઅલ પરમિશન-નવા પ્રવેશની મંજૂરી નહીં આપવામા આવે. આ ઉપરાંત યુજી-પીજીમાં નવી કોલેજ-નવા કોર્સીસ માટેની અરજીઓ તેમજ બેઠકો વધારાની અરજીઓ પણ રદ કરવામા આવશે. હવે તેના પર કમિશનના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ દ્વારા કોઈ પ્રક્રિયા કરવામાં નહીં આવે.
What's Your Reaction?






