ગુજરાતમાં નિષ્ઠુર માતાની કરતૂત, તલાકમાં નડતર 10 માસની પુત્રીને બ્લેડના ઘા મારી મોતને ઘાટ ઉતારી

Mother killed 10 month old daughter: શહેરના જમાલપુર નવા મ્યુનિસિપલ નવા લેબર ક્વાટર્સમાં રહેતી 26 વર્ષીય માતાને પતિથી તલાક જોઈતા હતા પરંતુ, 10 મહિનાની માસૂમ બાળકીને કારણે પતિથી છૂટકારો મળતો ન હોવાથી નિષ્ઠુર માતાએ પુત્રીના ગળા અને શરીર પર બ્લેડના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા પાડોશીની મદદથી પુત્રીને હોસ્પિટલ પણ લઈ ગઈ સૌથી આઘાતજનક બાબત એ છે કે પુત્રીને ઈજાગ્રસ્ત કર્યા બાદ મહિલા પાડોશીની મદદથી પુત્રીને હોસ્પિટલ પણ લઇ ગઈ હતી. સમગ્ર ઘટના અંગે તેણે ઢાંકપીછોડો કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ, પતિએ શંકાને આધારે આકરી પુછપરછ કરતા તેણે પુત્રીની હત્યા કર્યાની કબુલાત કરી હતી. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.ગળા પરના ઘા બ્લેડના ઘા મારીને કરી હત્યા શહેરના જમાલપુરમાં આવેલા મ્યુનિસિપલ નવા લેબર ક્વાટર્સમા રહેતા આમીન વડનગરવાલા કાપડ પ્રિન્ટીંગ કારખાનામાં નોકરી કરે છે. જે હાલ તેની માતા સાયરાબાનું, પિતા હનીફભાઈ, પત્ની રિઝવાનાબાનુ અને 10 મહિનાની પુત્રી ફાતીમા સાથે રહે છે. શનિવારે સાંજે આમીનભાઈ નોકરી પર હતા ત્યારે તેમને માતાનો ફોન આવ્યો હતો કે ફાતીમાને ગળા પર લોહી નીકળે છે અને તે રિઝવાના અને પાડોશી સારવાર માટે વી એસ હોસ્પિટલ લઇ ગયા છે. જેથી આમીનભાઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તબીબોએ જણાવ્યું હતું કે ગળામાંથી વધુ પ્રમાણમાં લોહી વહી જતા તેનું મોત નીપજ્યું છે. વધુમાં જાણવા મળ્યું હતું કે ગળા પરના ઘા ધારદાર હથિયારથી કરાયા હતા. બીજી તરફ સમગ્ર ઘટના અંગે તેની પત્ની રિઝવાનાએ અજાણ હોવાનો ડોળ કરીને રમતા રમતા તેને લાગી ગયાની વાત કરી હતી. આકરી પુછપરછ કરતા કરી ચોંકાવનારી કબુલાતપરંતુ, તેની આકરી પુછપરછ કરતા તેણે ચોંકાવનારી કબુલાત કરી હતી કે તે ફાતીમાને બાથરૂમમાં લઈ ગઇ હતી અને જ્યાં બ્લેડથી તેને ગળાના ભાગે ઈજા પહોંચાડી હતી. કારણ કે તે આમીન સાથેના લગ્ન જીવનથી ખુશ નહોતી. જેથી તલાક લેવા ઈચ્છતી હતી. પરંતુ, ફાતીમાને કારણે તલાક ઝડપથી થાય તેમ નહોતું જેથી તેને હટાવવા માટે અનેક વિચાર કર્યા હતા.છેવટે શનિવારે સાંજે તે નહાવા માટે લઈ ગઈ ત્યારે બ્લેડ મારીને મોતને ઘાટ ઉતારી હતી. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસને જાણ કરતા પોલીસે રિઝવાના વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમા ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

ગુજરાતમાં નિષ્ઠુર માતાની કરતૂત, તલાકમાં નડતર 10 માસની પુત્રીને બ્લેડના ઘા મારી મોતને ઘાટ ઉતારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

crime

Mother killed 10 month old daughter: શહેરના જમાલપુર નવા મ્યુનિસિપલ નવા લેબર ક્વાટર્સમાં રહેતી 26 વર્ષીય માતાને પતિથી તલાક જોઈતા હતા પરંતુ, 10 મહિનાની માસૂમ બાળકીને કારણે પતિથી છૂટકારો મળતો ન હોવાથી નિષ્ઠુર માતાએ પુત્રીના ગળા અને શરીર પર બ્લેડના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 

મહિલા પાડોશીની મદદથી પુત્રીને હોસ્પિટલ પણ લઈ ગઈ 

સૌથી આઘાતજનક બાબત એ છે કે પુત્રીને ઈજાગ્રસ્ત કર્યા બાદ મહિલા પાડોશીની મદદથી પુત્રીને હોસ્પિટલ પણ લઇ ગઈ હતી. સમગ્ર ઘટના અંગે તેણે ઢાંકપીછોડો કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ, પતિએ શંકાને આધારે આકરી પુછપરછ કરતા તેણે પુત્રીની હત્યા કર્યાની કબુલાત કરી હતી. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

ગળા પરના ઘા બ્લેડના ઘા મારીને કરી હત્યા 

શહેરના જમાલપુરમાં આવેલા મ્યુનિસિપલ નવા લેબર ક્વાટર્સમા રહેતા આમીન વડનગરવાલા કાપડ પ્રિન્ટીંગ કારખાનામાં નોકરી કરે છે. જે હાલ તેની માતા સાયરાબાનું, પિતા હનીફભાઈ, પત્ની રિઝવાનાબાનુ અને 10 મહિનાની પુત્રી ફાતીમા સાથે રહે છે. 

શનિવારે સાંજે આમીનભાઈ નોકરી પર હતા ત્યારે તેમને માતાનો ફોન આવ્યો હતો કે ફાતીમાને ગળા પર લોહી નીકળે છે અને તે રિઝવાના અને પાડોશી સારવાર માટે વી એસ હોસ્પિટલ લઇ ગયા છે. જેથી આમીનભાઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. 

જ્યાં તબીબોએ જણાવ્યું હતું કે ગળામાંથી વધુ પ્રમાણમાં લોહી વહી જતા તેનું મોત નીપજ્યું છે. વધુમાં જાણવા મળ્યું હતું કે ગળા પરના ઘા ધારદાર હથિયારથી કરાયા હતા. બીજી તરફ સમગ્ર ઘટના અંગે તેની પત્ની રિઝવાનાએ અજાણ હોવાનો ડોળ કરીને રમતા રમતા તેને લાગી ગયાની વાત કરી હતી. 

આકરી પુછપરછ કરતા કરી ચોંકાવનારી કબુલાત

પરંતુ, તેની આકરી પુછપરછ કરતા તેણે ચોંકાવનારી કબુલાત કરી હતી કે તે ફાતીમાને બાથરૂમમાં લઈ ગઇ હતી અને જ્યાં બ્લેડથી તેને ગળાના ભાગે ઈજા પહોંચાડી હતી. કારણ કે તે આમીન સાથેના લગ્ન જીવનથી ખુશ નહોતી. જેથી તલાક લેવા ઈચ્છતી હતી. પરંતુ, ફાતીમાને કારણે તલાક ઝડપથી થાય તેમ નહોતું જેથી તેને હટાવવા માટે અનેક વિચાર કર્યા હતા.

છેવટે શનિવારે સાંજે તે નહાવા માટે લઈ ગઈ ત્યારે બ્લેડ મારીને મોતને ઘાટ ઉતારી હતી. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસને જાણ કરતા પોલીસે રિઝવાના વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમા ચર્ચાનો મુદ્દો બન્યો હતો.