ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, વલસાડમાં 6 ઈંચ, આ જિલ્લામાં આગાહી

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધું વલસાડમાં 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારીના ગણદેવીમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પારડીમાં 4.5 ઈંચ, વાપીમાં 4 ઈંચ, ઉમરગાંવમાં 3 ઈંચથી વધુ, ધરમપુરમાં 3 ઈંચ અને કપરાડામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ચીખલી અને જલાલપોરમાં 4-4 ઈંચથી વધુ અને વાંસદામાં દોઢ ઈંચ કરતા વધુ પડ્યો હતો.આ જિલ્લામાં ભારે વરસાદની આગાહીહવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (13મી જુલાઈ) ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરંબદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને વડોદરામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભારે વરસાદની આગાહીને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.આ પણ વાંચો: નકલી ડૉક્ટરના નામે ચાલતી વધુ એક હોસ્પિટલ સીલ, બાવળા બાદ મોરૈયામાંથી ઝડપાઈ18 જિલ્લામાં 20%થી વધુ વરસાદની ઘટગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના અધિકૃત આગમનને આગામી 14મી જુલાઈના એક મહિનો પૂરો થશે. એક મહિનો પૂરો થવા છતાં ગુજરાતમાં મેઘરાજા હજુ જોઈએ એવા મન મૂકીને વરસ્યા નથી. હજુ સુધી 9.15 ઈંચ સાથે સિઝનનો 26.32 ટકા વરસાદ વરસ્યો છે. જેની સરખામણીએ ગત વર્ષે 12મી જુલાઇ સુધી 21.34 ઈંચ સાથે સિઝનનો 48 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. હાલ રાજ્યના 18 જિલ્લા એવા છે જ્યાં વરસાદની 20 ટકાથી પણ વધુ ઘટ છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, વલસાડમાં 6 ઈંચ, આ જિલ્લામાં આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 Representative image in Rain

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધું વલસાડમાં 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારીના ગણદેવીમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પારડીમાં 4.5 ઈંચ, વાપીમાં 4 ઈંચ, ઉમરગાંવમાં 3 ઈંચથી વધુ, ધરમપુરમાં 3 ઈંચ અને કપરાડામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ચીખલી અને જલાલપોરમાં 4-4 ઈંચથી વધુ અને વાંસદામાં દોઢ ઈંચ કરતા વધુ પડ્યો હતો.

આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (13મી જુલાઈ) ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરંબદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને વડોદરામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભારે વરસાદની આગાહીને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: નકલી ડૉક્ટરના નામે ચાલતી વધુ એક હોસ્પિટલ સીલ, બાવળા બાદ મોરૈયામાંથી ઝડપાઈ


18 જિલ્લામાં 20%થી વધુ વરસાદની ઘટ

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના અધિકૃત આગમનને આગામી 14મી જુલાઈના એક મહિનો પૂરો થશે. એક મહિનો પૂરો થવા છતાં ગુજરાતમાં મેઘરાજા હજુ જોઈએ એવા મન મૂકીને વરસ્યા નથી. હજુ સુધી 9.15 ઈંચ સાથે સિઝનનો 26.32 ટકા વરસાદ વરસ્યો છે. જેની સરખામણીએ ગત વર્ષે 12મી જુલાઇ સુધી 21.34 ઈંચ સાથે સિઝનનો 48 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. હાલ રાજ્યના 18 જિલ્લા એવા છે જ્યાં વરસાદની 20 ટકાથી પણ વધુ ઘટ છે.