ગાંધીનગર: રાણાસણ ગામે જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો, FIR દાખલ

Jun 6, 2026 - 20:00
ગાંધીનગર: રાણાસણ ગામે જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો, FIR દાખલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Illicit Liquor Manufacturing in Gandhinagar: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ-IIએ ગેરકાયદે રીતે થતા દેશી દારૂના ઉત્પાદન અને હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. એલસીબી ટીમે ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાણાસણ ગામની સીમમાંથી જમીનમાં દાટીને છુપાવેલા 26 લોખંડ અને પ્લાસ્ટિકના બેરલ ઝડપ્યા છે, જેમાં દેશી દારૂ બનાવવાનો 5,200 લિટર આથો ભરેલો હતો.

ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડ્યા

મળતી માહિતી અનુસાર, એલસીબી II ના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત ડભોડામાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ માહિતી મળી હતી કે, રાણાસણ ગામનો એક રહીશ ઘરની નજીક જમીનમાં આથો ભરેલા બેરલ છુપાવીને મોટા પાયે દેશી દારૂ બનાવવાનું ગેરકાયદે નેટવર્ક ચલાવી રહ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0