ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે 8ના મોત, ઘટનામાં મોટો ખુલાસો, જાણો કેવી રીતે સર્જાઈ ઘટના

Gandhinagar Dehgam Ganesh Visarjan 10 Drowned News | ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન વખતે એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જોકે આખા ગામમાં આ ઘટનાને લઈને માતમ પ્રસરી ગયું હતું કેમ કે 10 જેટલાં લોકો દહેગામમાં વાસણા સોગઠી ગામે વહેતી મેશ્વો નદીમાં આવેલા ચેકડેમમાં ન્હાવા કૂદ્યા હતા અને આ દરમિયાન જ ડૂબી જવાથી લગભગ 8 લોકો મૃત્યુ પામી ગયા હતા જ્યારે 2થી વધુ લોકોને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. રાહત અને બચાવ ટુકડી સહિત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. કેવી રીતે ઘટી દુર્ઘટનાઆજે વાસણા સોરઠી ગામે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેથી ગામમાં ધામધૂમથી ગણેશજીને વિદાય આપવાની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ હતી. ગણેશ વિસર્જન માટે ગ્રામજનો મેશ્વો નદીએ જવાના હતા. તે દરમિયાન ગામના કેટલાક યુવાનો અગાઉથી નદીએ પહોંચી ન્હાવા માટે કૂદ્યા હતા. ત્યારબાદ વિસર્જન માટે પાછળથી આવી રહેલા ગ્રામજનોએ આ યુવાનોને ડૂબતાં જોઇ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ 8 લોકો ડૂબી જતાં તેમના મોત નિપજતાં તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 2 લોકો ગુમ હોવાથી શોધખોળ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો : ગાંધીનગરમાં મોટી દુર્ઘટના: ગણેશ વિસર્જન વખતે 10 લોકો પાણીમાં ડૂબ્યા4-5 મૃતકો તો એક જ પરિવારના સ્થાનિક રહીશના જણાવ્યા અનુસાર આ યુવાનો વાસણા- સોગઠી ગામના મોટાવાસના રહેવાસી છે. જેમાંથી 4-5 યુવાનો કાકા-બાપાના દિકરા છે જ્યારે અન્ય મિત્ર યુવાનો છે. આ અરેરાટીભરી ઘટનાથી ગામમાં ગમગીનીભર્યું વાતાવરણ સજાર્યું છે. પોલીસ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.સ્થાનિકોએ કર્યો મોટો દાવો... ગામડાના સ્થાનિકોએ ગામના લોકોને જ્યારે આ ઘટનાની જાણ થઇ તો ઊહાપોહ મચી ગયો હતો અને મોટાભાગના લોકો દોડી આવ્યા હતા અને ડૂબી જનારા યુવાનોને બચાવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. આ દરમિયાન જ નદીમાં ગણેશ વિસર્જન કરનારા લોકો મદદ કરવા દોડી આવ્યા હતા. અત્યાર સુધીમાં 8 મૃતદેહો મળી આવતા માહોલ ગમગીન બન્યો હતો. આ પણ વાંચો : જેલમાંથી બહાર આવતા જ કેજરીવાલનું મોટું નિવેદન આવ્યું સામે, જુઓ શું બોલ્યાતંત્રમાં મચી દોડધામ ફાયરબ્રિગેડ, મામલતદાર, ટીડીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ આ યુવાઓને બચાવવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા પણ મોટાભાગના યુવાનો ડૂબી જવાથી મૃત્યુ પામી ગયા હતા. જ્યારે હજુ સુધી 2ની શોધખોળ તો ચાલી જ રહી છે. 

ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે 8ના મોત, ઘટનામાં મોટો ખુલાસો, જાણો કેવી રીતે સર્જાઈ ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gandhinagar Dehgam Ganesh Visarjan 10 Drowned News | ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન વખતે એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જોકે આખા ગામમાં આ ઘટનાને લઈને માતમ પ્રસરી ગયું હતું કેમ કે 10 જેટલાં લોકો દહેગામમાં વાસણા સોગઠી ગામે વહેતી મેશ્વો નદીમાં આવેલા ચેકડેમમાં ન્હાવા કૂદ્યા હતા અને આ દરમિયાન જ ડૂબી જવાથી લગભગ 8 લોકો મૃત્યુ પામી ગયા હતા જ્યારે 2થી વધુ લોકોને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. રાહત અને બચાવ ટુકડી સહિત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. 

કેવી રીતે ઘટી દુર્ઘટના

આજે વાસણા સોરઠી ગામે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેથી ગામમાં ધામધૂમથી ગણેશજીને વિદાય આપવાની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ હતી. ગણેશ વિસર્જન માટે ગ્રામજનો મેશ્વો નદીએ જવાના હતા. તે દરમિયાન ગામના કેટલાક યુવાનો અગાઉથી નદીએ પહોંચી ન્હાવા માટે કૂદ્યા હતા. ત્યારબાદ વિસર્જન માટે પાછળથી આવી રહેલા ગ્રામજનોએ આ યુવાનોને ડૂબતાં જોઇ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ 8 લોકો ડૂબી જતાં તેમના મોત નિપજતાં તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ 2 લોકો ગુમ હોવાથી શોધખોળ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચો : ગાંધીનગરમાં મોટી દુર્ઘટના: ગણેશ વિસર્જન વખતે 10 લોકો પાણીમાં ડૂબ્યા

4-5 મૃતકો તો એક જ પરિવારના 

સ્થાનિક રહીશના જણાવ્યા અનુસાર આ યુવાનો વાસણા- સોગઠી ગામના મોટાવાસના રહેવાસી છે. જેમાંથી 4-5 યુવાનો કાકા-બાપાના દિકરા છે જ્યારે અન્ય મિત્ર યુવાનો છે. આ અરેરાટીભરી ઘટનાથી ગામમાં ગમગીનીભર્યું વાતાવરણ સજાર્યું છે. પોલીસ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિકોએ કર્યો મોટો દાવો... 

ગામડાના સ્થાનિકોએ ગામના લોકોને જ્યારે આ ઘટનાની જાણ થઇ તો ઊહાપોહ મચી ગયો હતો અને મોટાભાગના લોકો દોડી આવ્યા હતા અને ડૂબી જનારા યુવાનોને બચાવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. આ દરમિયાન જ નદીમાં ગણેશ વિસર્જન કરનારા લોકો મદદ કરવા દોડી આવ્યા હતા. અત્યાર સુધીમાં 8 મૃતદેહો મળી આવતા માહોલ ગમગીન બન્યો હતો. 

આ પણ વાંચો : જેલમાંથી બહાર આવતા જ કેજરીવાલનું મોટું નિવેદન આવ્યું સામે, જુઓ શું બોલ્યા

તંત્રમાં મચી દોડધામ 

ફાયરબ્રિગેડ, મામલતદાર, ટીડીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ આ યુવાઓને બચાવવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા પણ મોટાભાગના યુવાનો ડૂબી જવાથી મૃત્યુ પામી ગયા હતા. જ્યારે હજુ સુધી 2ની શોધખોળ તો ચાલી જ રહી છે.