ખેત પેદાશોને રક્ષણ આપતી સહાયમાં વધારો, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હવે એક લાખની કરાઈ

Mukhya Mantri Paak Sangrah Structure Yojana: ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહસ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકાઈ હતી. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જોકે હવે ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય 75 હજારથી વધારીને એક લાખ રૂપિયા કરાઈ છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50 ટકા અથવા 75 હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી. જોકે, હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50 ટકા અથવા એક લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે.

ખેત પેદાશોને રક્ષણ આપતી સહાયમાં વધારો, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હવે એક લાખની કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Mukhya Mantri Paak Sangrah Structure Yojana: ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહસ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકાઈ હતી. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જોકે હવે ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય 75 હજારથી વધારીને એક લાખ રૂપિયા કરાઈ છે. 

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50 ટકા અથવા 75 હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી. જોકે, હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50 ટકા અથવા એક લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે.