ખાણ ખનીજ ખાતાના લાંચીયા અધિકારી નરેશ જાનીને ત્રણ દિવસના રિમાન્ડ

 સુરતવચેટીયા કપીલ પ્રજાપતિએ લીધેલા પૈસા અંગે કશું જાણતા ન હોવાનું અને બે સ્માર્ટ ફોન એસ.ટીમાં ચોરાઇ ગયાનું આરોપીનું રટણ   રૃ.2 લાખની લાંચ કેસમાં સંડોવાયેલા ખાણ ખનિજ ખાતાના આરોપી અધિકારી નરેશ જાનીએ દોઢ માસથી પોલીસ પહોંચથી દુર રહ્યા બાદ ગઈકાલે લાંચ કેસોની ખાસ અદાલત સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.આજે અમદાવાદ એસીબી પીઆઈએ આરોપીને કોર્ટમાં રજુ કરીને વિવિધ કારણોસર સાત દિવસના રિમાન્ડની માંગતા કોર્ટે આરોપીને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં સોંપતો હુકમ કર્યો છે.સુરત ખાણ ખનિજ ખાતાની ફ્લાઈંગ સ્ક્વોડના મદદનીશ નિયામક તથા ભરુચ જિલ્લાના ભુસ્તર શાસ્ત્રી તરીકે વધારાનો હવાલો સંભાળતા મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ચુડી ગામના વતની આરોપી નરેશ માવજી જાની(રે.શાંતવન ન્યુઓન,ગૌરવપથ રોડ,અડાજણ)એ ફેબુ્રઆરી માસમાં સુરતના ભાઠા વિસ્તારના રેતીકપચીના ફરિયાદી ધંધાર્થી  નું જેસીબી કબજે કરી દંડ ભરાવ્યો હતો.ત્યારબાદ આરોપી નરેશ જાનીએ વચેટીયા કપીલ પ્રજાપતિ મારફતે ફરિયાદીને ઓફીસે બોલાવીને ફરીથી ફ્લાઈંગ સ્ક્વોડ હેરાન ન કરે તે માટે ગેરકાયદે રૃ.2  લાખની લાંચ માંગી હતી.જે અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતાં અગાઉ મુલત્વી રહેલા લાંચનું છટકું તા.10મી જુનના રોજ મહાદેવ કાર્ટીંગ તેમજ ગુજરાત એન્ટરપ્રાઈઝ ના સ્ટોક ગોડાઉનાં ગોઠવવામાં આવ્યું હતુ.જેમાં આરોપી નરેશ જાની વતી રૃ.2 લાખની લાંચ માંગનાર વચેટીયો કપીલ પ્રજાપતિ ઝડપાયો હતો.જો કે છેલ્લાં દોઢેક માસથી આ કેસમાં પોલીસ પહોંચથી દુર રહેવામાં સફળ રહેનાર આરોપી નરેશ જાનીએ હાઈકોર્ટમાંથી કાનુની રાહત ન મળતાં ગઈકાલે મોડી સાંજે સુરત કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી.જેથી  અમદાવાદ એસીપી ફીલ્ડ-3 ઈન્ટેલીઝન્સ વિંગના પી.આઈ.એસ.એન.બારોટે આરોપીને આજે સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યો હતો.જેની સુનાવણી દરમિયાન સરકારપક્ષે એપીપી ઉમેશ પાટીલે જણાવ્યુ ંહતું કે આરોપી પાસે જે તે વખતે આઈફોન-14 પ્રો તથા વન પ્લસ એમ બે સ્માર્ટ ફોન હતા જે સાથે લાવ્યા નથી.ઉલ્ટાનું ટ્રેપના દિવસે પોતે ભરુચથી વડોદરા એસ.ટી.બસમાં જતી વખતે મોબાઈલ ચોરાઈ ગયાનું જણાવે છે.જેથી બંને મોબાઈલ કબજે કરી તેમાંથી ગુનાના પુરાવા મેળવવાના છે.આરોપી છેલ્લાં બે વર્ષોથી સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લામાં કાર્યક્ષેત્ર આવે તે રીતે સુરત ખાતે ફ્લાઈંગ સ્ક્વોડના મદદનીશ અધિકારી ઉપરાંત ભરુચ જિલ્લાના ભુસ્તરશાસ્ત્રી તરીકે વધારાનો ચાર્જ સંભાળે છે.જેથી રેતી કપચીના ઘણાં વેપારીઓ સાથે સંકળાયેલા હોઈ આ પ્રકારે લાંચ મેળવ્યાના પુરાવા મળ્યા છે.પરંતુ આરોપી આ બાબતે અજાણ હોવાનું જણાવતા હોઈ સઘન તપાસ કરવાની છે.આરોપીને એફએએસએલ ખાતે લઈ જઈ સાઉન્ડ પ્રુફ રૃમમાં વીડીયોગ્રાફી સાથે નિવેદન લેવાનુ છે.ટ્રેપ બાદ આરોપી પોતાના રહેણાંક મકાનમાં તપાસ દરમિયાન મળી આવ્યા ન હોઈ તેને સાથે રાખીને  મકાનની ઝડતી લેવાની છે.આરોપી નરેશ જાનીએ ભ્રષ્ટાચાર આચરીને આવક કરતાં અપ્રમાણસર મિલકતો વસાવી છે કે કેમ?.આરોપી છેલ્લાં દોઢ વર્ષથી નાસતા ફરતા હોઈ કોણે આશ્રય આપ્યો?કોણે મદદ કરી તેની તપાસ કરવાની છે.ફરિયાદીએ લાંચના છટકા દરમિયાન આરોપીઓ  સાથે લાંચ લેવા સંબધે વાતચીતનું રેકોર્ડીંગ પેનડ્રાઈવમાં રજુ કર્યુ છે.જેમાં તેમનો સ્પષ્ટ ઈરાદો અને લાંચીયા વૃત્તિ જણાઈ આવે છે.પરંતુ આરોપી નરેશ જાનીએ વચેટીયા કપીલ પ્રજાપતિએ મેળવેલા લાંચના નાણાં અંગે પોતે અજાણ હોવાનું રટણ કરે છે.જે અંગે સત્ય હકીકત બહાર લાવવા આરોપીની હાજરી જરૃરી છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપી નરેશ જાનીને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

ખાણ ખનીજ ખાતાના લાંચીયા અધિકારી નરેશ જાનીને ત્રણ દિવસના રિમાન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 



સુરત

વચેટીયા કપીલ પ્રજાપતિએ લીધેલા પૈસા અંગે કશું જાણતા ન હોવાનું અને બે સ્માર્ટ ફોન એસ.ટીમાં ચોરાઇ ગયાનું આરોપીનું રટણ

   

રૃ.2 લાખની લાંચ કેસમાં સંડોવાયેલા ખાણ ખનિજ ખાતાના આરોપી અધિકારી નરેશ જાનીએ દોઢ માસથી પોલીસ પહોંચથી દુર રહ્યા બાદ ગઈકાલે લાંચ કેસોની ખાસ અદાલત સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.આજે અમદાવાદ એસીબી પીઆઈએ આરોપીને કોર્ટમાં રજુ કરીને વિવિધ કારણોસર સાત દિવસના રિમાન્ડની માંગતા કોર્ટે આરોપીને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં સોંપતો હુકમ કર્યો છે.

સુરત ખાણ ખનિજ ખાતાની ફ્લાઈંગ સ્ક્વોડના મદદનીશ નિયામક તથા ભરુચ જિલ્લાના ભુસ્તર શાસ્ત્રી તરીકે વધારાનો હવાલો સંભાળતા મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ચુડી ગામના વતની આરોપી નરેશ માવજી જાની(રે.શાંતવન ન્યુઓન,ગૌરવપથ રોડ,અડાજણ)એ ફેબુ્રઆરી માસમાં સુરતના ભાઠા વિસ્તારના રેતીકપચીના ફરિયાદી ધંધાર્થી  નું જેસીબી કબજે કરી દંડ ભરાવ્યો હતો.ત્યારબાદ આરોપી નરેશ જાનીએ વચેટીયા કપીલ પ્રજાપતિ મારફતે ફરિયાદીને ઓફીસે બોલાવીને ફરીથી ફ્લાઈંગ સ્ક્વોડ હેરાન ન કરે તે માટે ગેરકાયદે રૃ.2  લાખની લાંચ માંગી હતી.જે અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતાં અગાઉ મુલત્વી રહેલા લાંચનું છટકું તા.10મી જુનના રોજ મહાદેવ કાર્ટીંગ તેમજ ગુજરાત એન્ટરપ્રાઈઝ ના સ્ટોક ગોડાઉનાં ગોઠવવામાં આવ્યું હતુ.જેમાં આરોપી નરેશ જાની વતી રૃ.2 લાખની લાંચ માંગનાર વચેટીયો કપીલ પ્રજાપતિ ઝડપાયો હતો.જો કે છેલ્લાં દોઢેક માસથી આ કેસમાં પોલીસ પહોંચથી દુર રહેવામાં સફળ રહેનાર આરોપી નરેશ જાનીએ હાઈકોર્ટમાંથી કાનુની રાહત ન મળતાં ગઈકાલે મોડી સાંજે સુરત કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી.

જેથી  અમદાવાદ એસીપી ફીલ્ડ-3 ઈન્ટેલીઝન્સ વિંગના પી.આઈ.એસ.એન.બારોટે આરોપીને આજે સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યો હતો.જેની સુનાવણી દરમિયાન સરકારપક્ષે એપીપી ઉમેશ પાટીલે જણાવ્યુ ંહતું કે આરોપી પાસે જે તે વખતે આઈફોન-14 પ્રો તથા વન પ્લસ એમ બે સ્માર્ટ ફોન હતા જે સાથે લાવ્યા નથી.ઉલ્ટાનું ટ્રેપના દિવસે પોતે ભરુચથી વડોદરા એસ.ટી.બસમાં જતી વખતે મોબાઈલ ચોરાઈ ગયાનું જણાવે છે.જેથી બંને મોબાઈલ કબજે કરી તેમાંથી ગુનાના પુરાવા મેળવવાના છે.આરોપી છેલ્લાં બે વર્ષોથી સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લામાં કાર્યક્ષેત્ર આવે તે રીતે સુરત ખાતે ફ્લાઈંગ સ્ક્વોડના મદદનીશ અધિકારી ઉપરાંત ભરુચ જિલ્લાના ભુસ્તરશાસ્ત્રી તરીકે વધારાનો ચાર્જ સંભાળે છે.જેથી રેતી કપચીના ઘણાં વેપારીઓ સાથે સંકળાયેલા હોઈ આ પ્રકારે લાંચ મેળવ્યાના પુરાવા મળ્યા છે.પરંતુ આરોપી આ બાબતે અજાણ હોવાનું જણાવતા હોઈ સઘન તપાસ કરવાની છે.આરોપીને એફએએસએલ ખાતે લઈ જઈ સાઉન્ડ પ્રુફ રૃમમાં વીડીયોગ્રાફી સાથે નિવેદન લેવાનુ છે.ટ્રેપ બાદ આરોપી પોતાના રહેણાંક મકાનમાં તપાસ દરમિયાન મળી આવ્યા ન હોઈ તેને સાથે રાખીને  મકાનની ઝડતી લેવાની છે.

આરોપી નરેશ જાનીએ ભ્રષ્ટાચાર આચરીને આવક કરતાં અપ્રમાણસર મિલકતો વસાવી છે કે કેમ?.આરોપી છેલ્લાં દોઢ વર્ષથી નાસતા ફરતા હોઈ કોણે આશ્રય આપ્યો?કોણે મદદ કરી તેની તપાસ કરવાની છે.ફરિયાદીએ લાંચના છટકા દરમિયાન આરોપીઓ  સાથે લાંચ લેવા સંબધે વાતચીતનું રેકોર્ડીંગ પેનડ્રાઈવમાં રજુ કર્યુ છે.જેમાં તેમનો સ્પષ્ટ ઈરાદો અને લાંચીયા વૃત્તિ જણાઈ આવે છે.પરંતુ આરોપી નરેશ જાનીએ વચેટીયા કપીલ પ્રજાપતિએ મેળવેલા લાંચના નાણાં અંગે પોતે અજાણ હોવાનું રટણ કરે છે.જે અંગે સત્ય હકીકત બહાર લાવવા આરોપીની હાજરી જરૃરી છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપી નરેશ જાનીને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.