કોર્પોરેશનમાં નોકરી અપાવવાના નામે દપંતિએ ૫૪ લાખની છેતરપિંડી આચરી

Jun 9, 2025 - 03:00
કોર્પોરેશનમાં નોકરી અપાવવાના નામે દપંતિએ ૫૪ લાખની છેતરપિંડી આચરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને અન્ય ઉંચા હોમાં નોકરી અપાવવાના નામે વટવામાં રહેતી એક મહિલા અને તેના પતિએ પાંચ લોકો સાથે ૫૪ લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમબ્રાંચ ખાતે નોંધવામાં આવી છે. આરોપી દંપતિએ ભોગ બનનારાનો વિશ્વાસ જીતવા માટે થોડા મહિના સુધી ગુગલ પે થી ઓનલાઇન પગાર ચુકવ્યો હતો અને કોર્પોરેશનના લોગો સાથેના ખોટા ઓફર લેટર આપ્યા હતા. આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શહેરના પાલડીમાં આવેલા રાજદીપ એપાર્ટમેન્ટમાં રહેતા સ્નેહલતાબેન રામીના પતિ ભાવેશભાઇનું  પાંચ વર્ષ પહેલા અવસાન થયુ હતું. પતિના અવસાન બાદ આવકનું કોઇ સાધન નહોતુ જેથી બાળકોના ભવિષ્યની ચિંતા રાખીને નોકરી શોધતા હતા.  આ દરમિયાન સ્નેહલતાબેનના ભાઇના સાળા રવિ હળવદિયાએ તેમને જણાવ્યું હતું કે અમિષા રામી નામની મહિલાએ તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0