કોડીનારના દરિયાકાંઠેથી 6 કરોડનું 12 કિલો અફઘાની ચરસ મળ્યું

બે દિવસ પહેલા સોમનાથના કાંઠેથી બિનવારસી ચરસ મળેલુંગઈકાલે સાંજના સમયે એક મોટા પેકેટમાં દરિયામાંથી તરતું આ પોટલું કાંઠે ચડી આવ્યુ હતું આ સમગ્ર ઘટનાની એસઓજીએ સ્થળ પર પહોચી તપાસ કરી પેકેટની ચકાસણી કરી હતી ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશદ્વાર બનતો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા બે મહિનાથી પહેલા કચ્છ પછી દ્વારકાને હવે ગીર સોમનાથમાં સતત ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં મળે છે. ગઈકાલે રાત્રિના કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના રૂ.6 કરોડના 10 જેટલા પેકેટ મળી આવતા આ પેકેટો કબજે કરી પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. ગઈકાલે સાંજના સમયે એક મોટા પેકેટમાં દરિયામાંથી તરતું આ પોટલું કાંઠે ચડી આવ્યુ હતું. દરિયાકાંઠે રહેતા માછીમારોના નાના બાળકોના ધ્યાને આવતા તેઓએ તેમના વાલીઓને જાણ કર હતી. આ સમગ્ર ઘટનાની એસઓજીએ સ્થળ પર પહોચી તપાસ કરી પેકેટની ચકાસણી કરી હતી.આ શંકાસ્પદ ચરસનો જથ્થો માલૂમ પડતાં એસ. ઓ જી પી.આઇ ગઢવી અને પી.એસ.આઇ બાટવાને જાણ કરતા તેઓ રાત્રિના છારાના દરિયા કાંઠે દોડી આવી ચરસના જથ્થાનો કબ્જો લઈ ફરિયાદ દાખલ કરી હતી. આ તમામ પેકેટની ખરાઈ કરવા માટે એફ્.એસ.એલ.ને જાણ કરવામાં આવી હતી બાદ એફ્.એસ.એલ.ના રિપોર્ટ મુજબ આ 12 કિલો 10 ગ્રામ ચરસ કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ 50 હજાર એટલે કે એક કિલોના 50 લાખ રૂપિયા અને આ ચરસ અફ્ઘાની ચરસ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એસ.ઓ.જી દ્વારા આ બિનવારસી મળેલા ચરસમાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આ ચરસ નો જથ્થો ક્યાંથી આવ્યો? કેમ આવ્યો? કોના દ્વારા દરિયામાં ફેંકવામાં આવ્યો? તે તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે.

કોડીનારના દરિયાકાંઠેથી 6 કરોડનું 12 કિલો અફઘાની ચરસ મળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બે દિવસ પહેલા સોમનાથના કાંઠેથી બિનવારસી ચરસ મળેલું
  • ગઈકાલે સાંજના સમયે એક મોટા પેકેટમાં દરિયામાંથી તરતું આ પોટલું કાંઠે ચડી આવ્યુ હતું
  • આ સમગ્ર ઘટનાની એસઓજીએ સ્થળ પર પહોચી તપાસ કરી પેકેટની ચકાસણી કરી હતી

ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશદ્વાર બનતો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા બે મહિનાથી પહેલા કચ્છ પછી દ્વારકાને હવે ગીર સોમનાથમાં સતત ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં મળે છે. ગઈકાલે રાત્રિના કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના રૂ.6 કરોડના 10 જેટલા પેકેટ મળી આવતા આ પેકેટો કબજે કરી પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

ગઈકાલે સાંજના સમયે એક મોટા પેકેટમાં દરિયામાંથી તરતું આ પોટલું કાંઠે ચડી આવ્યુ હતું. દરિયાકાંઠે રહેતા માછીમારોના નાના બાળકોના ધ્યાને આવતા તેઓએ તેમના વાલીઓને જાણ કર હતી. આ સમગ્ર ઘટનાની એસઓજીએ સ્થળ પર પહોચી તપાસ કરી પેકેટની ચકાસણી કરી હતી.આ શંકાસ્પદ ચરસનો જથ્થો માલૂમ પડતાં એસ. ઓ જી પી.આઇ ગઢવી અને પી.એસ.આઇ બાટવાને જાણ કરતા તેઓ રાત્રિના છારાના દરિયા કાંઠે દોડી આવી ચરસના જથ્થાનો કબ્જો લઈ ફરિયાદ દાખલ કરી હતી. આ તમામ પેકેટની ખરાઈ કરવા માટે એફ્.એસ.એલ.ને જાણ કરવામાં આવી હતી બાદ એફ્.એસ.એલ.ના રિપોર્ટ મુજબ આ 12 કિલો 10 ગ્રામ ચરસ કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ 50 હજાર એટલે કે એક કિલોના 50 લાખ રૂપિયા અને આ ચરસ અફ્ઘાની ચરસ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એસ.ઓ.જી દ્વારા આ બિનવારસી મળેલા ચરસમાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આ ચરસ નો જથ્થો ક્યાંથી આવ્યો? કેમ આવ્યો? કોના દ્વારા દરિયામાં ફેંકવામાં આવ્યો? તે તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે.