કોઈ ઈરાદાપૂર્વક ખોદે તો જ,બાકી શહેરમાં કોઈ જ રસ્તે ખાડા પડતા નથી

લોકોના હાડકાં ભલે ખોખરા થાય પણ AMCના સિટી ઈજનેરને નફ્ફટાઈ ને મજાક સૂઝે છેકરોડો ખર્ચીને પેચવર્ક થાય, ત્યાં જ ભૂવા-ખાડા પડે તોય નવા રોડ પાંચ વર્ષ ટકતા હોવાના દાવા ઉલ્ટાનું રસ્તાઓમાં ઇરાદાપૂર્વક ખાડાઓ ખોદાય ત્યારે જ આ રસ્તા પર ખાડા પડે, બાકી શહેરના એકપણ રસ્તા તુટતા નથી. અમદાવાદમાં માત્ર 13 ઇંચ વરસાદમાં જ ઠેર ઠેર ભૂવા પડવાથી પ્રજા પરેશાન થઇ ગઇ છે. હાલ અમદાવાદ ભૂવા અને ખાડા નગરી બની ગઇ હોવાની વરવી વાસ્તવિકતા પ્રજ્ઞાચક્ષુને પણ દેખાય તેવી હોવા છતાં શહેરવાસીઓની મુશ્કેલી પ્રત્યે સભાનતા અને સહાનુભૂતિ દાખવી સક્રિય બનવાના બદલે શાહમૃગવૃત્તિથી ભોંયમાં મોં ઘાલી એસી ચેમ્બરમાં બેઠેલા AMC ના જવાબદાર અધિકારીઓને નફ્ફટાઈ અને મજાક સુઝે છે. આ સમસ્યા વિષે જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કુટિલ હાસ્ય સાથે કહ્યું કે, AMCના રસ્તા ચોખ્ખા ચણાક છે. તેમાં કોઇ પણ પ્રકારના ખાડા પડયા નથી. ઉલ્ટાનું રસ્તાઓમાં ઇરાદાપૂર્વક ખાડાઓ ખોદાય ત્યારે જ આ રસ્તા પર ખાડા પડે, બાકી શહેરના એકપણ રસ્તા તુટતા નથી. આ નફ્ફટાઈ સિટી ઇજનેર હરપાલસિંહ ઝાલાની હતી. બીજી બાજુ પેચવર્ક અને બ્રેકડાઉન કરેલા કામમાં ફરી ભૂવા પડી જાય છે. કરોડના નાણાં પાણીમાં વહી ગયા છતાં નવા રોડ પર પાંચ પાંચ વર્ષ સુધી કંઈ થતું જ ન હોવાના દાવા અધિકારીઓ કરે છે. ચોમાસામાં કુલ જરુરિયાતના હજી 30 ટકા વરસાદ પડયો છે, ત્યાં ભૂવા નગરીથી લોકો પરેશાન થઇ ગયા છે. લોકોની મુશ્કેલીઓ ફરિયાદ સ્વરુપે કોર્પોરેશનના કંટ્રોલરુમ સુધી પહોંચતી નહીં હોવાથી મ્યુનિ. તંત્ર સબસલામત હોવાનું સમજી રહ્યા છે. પરંતુ હકિકતમાં ભૂવા નગરથી પ્રજા કંટાળી ગઇ છે. લોકોને ઘરેથી નિકળતાં વેંત જ ખાડાઓમાંથી પસાર થવું પડે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષે દહાડે રોડ પાછળ કરોડનો ખર્ચ કરાય છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઇએ તો વર્ષ 2021-22માં રૂપિયા 158.69 કરોડમાં 39 રોડ બન્યા છે. જેની સામે 2022-23માં 284.5 કરોડના 50 રોડ અને 2023-24માં 305.10 કરોડમાં 39 રોડ બન્યા છે. એટલેકે, વર્ષ 2021-22ની સરખામણીએ 2023-24માં રોડ બનાવવાનો એક સરખો 39 રોડ આંકડો હોવા છતાં ખર્ચ 147 કરોડ વધી ગયો છે. નવા રોડની ટેકનીકનમાં રોડ પર પથરતાં કાચામાલની થીંકનેશ વધારી દેવાઇ હોવાથી કોન્ટ્રાક્ટ મુજબ પાંચ વર્ષ રોડ નહીં તૂટવાનો દાવો કરાય છે. ગુરુકુળથી ભૂયંગદેવ વ્હાઇટ ટોપિંગ રોડ દોઢ વર્ષમાં 7 વખત રિપેર કરાયો ગુરુકુળથી ભૂયંગદેવ સુધી બનેલો પ્રથમ વ્હાઇટ ટોપિંગ રોડ 7 વખત રિપેર કરાયો છે. દોઢ વર્ષમાં 7 વખત પાણીની લાઇનો લીકેજ થવાના કારણે તોડવો પડયો હતો અને રોડમાં થિગડાં મારવા પડયા હતાં. પાણી લીકેજના લીધે વારંવાર રોડ ખોદવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. હાટકેશ્વરથી ગુરુજી ઓવરબ્રિજના મોડલ રોડમાં વારંવાર પેચવર્ક થયું હાટકેશ્વરથી ગુરુજી ઓવરબ્રિજના મોડલ રોડ પર વારંવાર પેચવર્ક કરવું પડયું છે. રોડ બન્યા પછી ભૂવા પડતા રિપેરીંગ શરુ કરી દેવાયું હતું. નેશનલ હાઇવે નં.8ને અડીને આવેલા હાર્ટકેશ્વર ગોપાલનગરથી જોગેશ્વરી પાસે રોડ અનેકવાર પેચવર્ક કરવું પડયું છે. નાથાલાલ ઝઘડિયા મણિનગર ક્રોસિંગ સુધીનો રોડ, અનુપમ સિનેમાથી ન્યુ કોટન રોડ, ખોખરા સર્કલથી અનુપમ સર્કલ સુધીનો રોડ પર વારંવાર પેચવર્ક કરવું પડયું છતાં તંત્ર રોડ ખરાબની ભૂલ સ્વીકારતું નથી.

કોઈ ઈરાદાપૂર્વક ખોદે તો જ,બાકી શહેરમાં કોઈ જ રસ્તે ખાડા પડતા નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકોના હાડકાં ભલે ખોખરા થાય પણ AMCના સિટી ઈજનેરને નફ્ફટાઈ ને મજાક સૂઝે છે
  • કરોડો ખર્ચીને પેચવર્ક થાય, ત્યાં જ ભૂવા-ખાડા પડે તોય નવા રોડ પાંચ વર્ષ ટકતા હોવાના દાવા
  • ઉલ્ટાનું રસ્તાઓમાં ઇરાદાપૂર્વક ખાડાઓ ખોદાય ત્યારે જ આ રસ્તા પર ખાડા પડે, બાકી શહેરના એકપણ રસ્તા તુટતા નથી.

અમદાવાદમાં માત્ર 13 ઇંચ વરસાદમાં જ ઠેર ઠેર ભૂવા પડવાથી પ્રજા પરેશાન થઇ ગઇ છે.

હાલ અમદાવાદ ભૂવા અને ખાડા નગરી બની ગઇ હોવાની વરવી વાસ્તવિકતા પ્રજ્ઞાચક્ષુને પણ દેખાય તેવી હોવા છતાં શહેરવાસીઓની મુશ્કેલી પ્રત્યે સભાનતા અને સહાનુભૂતિ દાખવી સક્રિય બનવાના બદલે શાહમૃગવૃત્તિથી ભોંયમાં મોં ઘાલી એસી ચેમ્બરમાં બેઠેલા AMC ના જવાબદાર અધિકારીઓને નફ્ફટાઈ અને મજાક સુઝે છે. આ સમસ્યા વિષે જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કુટિલ હાસ્ય સાથે કહ્યું કે, AMCના રસ્તા ચોખ્ખા ચણાક છે. તેમાં કોઇ પણ પ્રકારના ખાડા પડયા નથી. ઉલ્ટાનું રસ્તાઓમાં ઇરાદાપૂર્વક ખાડાઓ ખોદાય ત્યારે જ આ રસ્તા પર ખાડા પડે, બાકી શહેરના એકપણ રસ્તા તુટતા નથી. આ નફ્ફટાઈ સિટી ઇજનેર હરપાલસિંહ ઝાલાની હતી. બીજી બાજુ પેચવર્ક અને બ્રેકડાઉન કરેલા કામમાં ફરી ભૂવા પડી જાય છે. કરોડના નાણાં પાણીમાં વહી ગયા છતાં નવા રોડ પર પાંચ પાંચ વર્ષ સુધી કંઈ થતું જ ન હોવાના દાવા અધિકારીઓ કરે છે.

ચોમાસામાં કુલ જરુરિયાતના હજી 30 ટકા વરસાદ પડયો છે, ત્યાં ભૂવા નગરીથી લોકો પરેશાન થઇ ગયા છે. લોકોની મુશ્કેલીઓ ફરિયાદ સ્વરુપે કોર્પોરેશનના કંટ્રોલરુમ સુધી પહોંચતી નહીં હોવાથી મ્યુનિ. તંત્ર સબસલામત હોવાનું સમજી રહ્યા છે. પરંતુ હકિકતમાં ભૂવા નગરથી પ્રજા કંટાળી ગઇ છે. લોકોને ઘરેથી નિકળતાં વેંત જ ખાડાઓમાંથી પસાર થવું પડે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષે દહાડે રોડ પાછળ કરોડનો ખર્ચ કરાય છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઇએ તો વર્ષ 2021-22માં રૂપિયા 158.69 કરોડમાં 39 રોડ બન્યા છે. જેની સામે 2022-23માં 284.5 કરોડના 50 રોડ અને 2023-24માં 305.10 કરોડમાં 39 રોડ બન્યા છે. એટલેકે, વર્ષ 2021-22ની સરખામણીએ 2023-24માં રોડ બનાવવાનો એક સરખો 39 રોડ આંકડો હોવા છતાં ખર્ચ 147 કરોડ વધી ગયો છે. નવા રોડની ટેકનીકનમાં રોડ પર પથરતાં કાચામાલની થીંકનેશ વધારી દેવાઇ હોવાથી કોન્ટ્રાક્ટ મુજબ પાંચ વર્ષ રોડ નહીં તૂટવાનો દાવો કરાય છે.

ગુરુકુળથી ભૂયંગદેવ વ્હાઇટ ટોપિંગ રોડ દોઢ વર્ષમાં 7 વખત રિપેર કરાયો

ગુરુકુળથી ભૂયંગદેવ સુધી બનેલો પ્રથમ વ્હાઇટ ટોપિંગ રોડ 7 વખત રિપેર કરાયો છે. દોઢ વર્ષમાં 7 વખત પાણીની લાઇનો લીકેજ થવાના કારણે તોડવો પડયો હતો અને રોડમાં થિગડાં મારવા પડયા હતાં. પાણી લીકેજના લીધે વારંવાર રોડ ખોદવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે.

હાટકેશ્વરથી ગુરુજી ઓવરબ્રિજના મોડલ રોડમાં વારંવાર પેચવર્ક થયું

હાટકેશ્વરથી ગુરુજી ઓવરબ્રિજના મોડલ રોડ પર વારંવાર પેચવર્ક કરવું પડયું છે. રોડ બન્યા પછી ભૂવા પડતા રિપેરીંગ શરુ કરી દેવાયું હતું. નેશનલ હાઇવે નં.8ને અડીને આવેલા હાર્ટકેશ્વર ગોપાલનગરથી જોગેશ્વરી પાસે રોડ અનેકવાર પેચવર્ક કરવું પડયું છે. નાથાલાલ ઝઘડિયા મણિનગર ક્રોસિંગ સુધીનો રોડ, અનુપમ સિનેમાથી ન્યુ કોટન રોડ, ખોખરા સર્કલથી અનુપમ સર્કલ સુધીનો રોડ પર વારંવાર પેચવર્ક કરવું પડયું છતાં તંત્ર રોડ ખરાબની ભૂલ સ્વીકારતું નથી.