Porbandarની આ જગ્યાએ મહિલાઓને ગરબા રમવા પર છે પ્રતિંબધ, વાંચો Special Story

પોરબંદરના ભદ્રકાલી માતાજી મંદિરે 100 વર્ષથી ચાલતી પારંપરિક સાંસ્કૃતિક પુરુષોની ગરબીમાં કોઈ આધુનિક સાઉન્ડ સિસ્ટમ કે વાજિંત્રોનો ઉપયોગ થતો નથી,અહીં મહિલાઓને ગરબા રમવા પર પ્રતિબંધ છે.પુરુષો માથે ટોપી પહેરી ખુલ્લા પગે માતાજીના ગરબા પર ગરબા રમે છે. મહિલાઓ નથી રમતી ગરબા પોરબંદર ભદ્રકાલી માતાજીના મંદિરની ગરબીને આજે 100 વર્ષ પુરા થવાથી લોકોમાં આનંદ જોવા મળ્યો. આ ગરબીમાં પુરુષો ખુલ્લા પગે માથા પર ટોપી પહેરી ગરબા રમે છે, માતાજીના ગરબા પર પુરુષો જ ગરબા રમે છે અહીં ગરબા રમવા માટે અનેક નિયમો કોળી સમાજના પૂર્વજોએ બનાવેલ છે. ગરબી રમવા માટે મહિલાઓને પટાંગણમાં માત્ર જોવાની છૂટ છે રમવા પર પ્રતિબંધ છે. અહીં મંદિર પરિસરમાં ગરબા રમવા આવતા પુરુષોએ ખુલ્લા પગે માથે ટોપી ફરજિયાત પહેરીને ગરબા રમવા આવે છે. સુવર્ણ અક્ષરે અંકિત થશે ઈતિહાસ સામાન્ય રીતે નવરાત્રીમાં મોટા આયોજન અને તેમાં મ્યુઝિક સિસ્ટમના ખર્ચ હોય છે લાઈટ ડેકોરેશન અને ડ્રેશીંગ ખર્ચ, પ્રેક્ટિસ ખર્ચ વધુ લાગે છે ત્યારે ભદ્રકાળી માતાજીના મંદિરે કોઈ પ્રેક્ટિસ કે મોટા દેખાવો વગર ગરબાનું આયોજન લોકોના આકર્ષણ નું કેન્દ્ર બની ગયું છે.આજના આધુનિક અને ટેક્નિકલ યુગમાં આજની પેઢી પણ ભદ્રકાળી માતાજીના મંદિરે ગરબા રમી પોતાની જાતને ધન્ય માને છે. આવનાર વર્ષમાં આ ગરબી 100 વર્ષ પુરા કરશે ત્યારે આવનાર પેઢી માટે આ ગરબાનું આયોજન સુવર્ણ અક્ષરે અંકિત થશે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો આજે ભદ્રકાળી માતાજીના ગરબા શહેરનું સૌથી મોટું આયોજન ગણવામાં આવી રહ્યું છે લોકો પણ ઉમળકા ભેર આયોજનને વધાવી રહ્યા છે. મોંઘા ડ્રેશ અને આધુનિક ઉપકરણો સામે પ્રદૂષણ વગર ભદ્રકાળી માતાજીની ગરબી આવનાર પેઢીને નવી રાહ ચીંધે છે અને આગામી બે વર્ષ બાદ100માં વર્ષમાં પ્રવેશ કરશે.  

Porbandarની આ જગ્યાએ મહિલાઓને ગરબા રમવા પર છે પ્રતિંબધ, વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોરબંદરના ભદ્રકાલી માતાજી મંદિરે 100 વર્ષથી ચાલતી પારંપરિક સાંસ્કૃતિક પુરુષોની ગરબીમાં કોઈ આધુનિક સાઉન્ડ સિસ્ટમ કે વાજિંત્રોનો ઉપયોગ થતો નથી,અહીં મહિલાઓને ગરબા રમવા પર પ્રતિબંધ છે.પુરુષો માથે ટોપી પહેરી ખુલ્લા પગે માતાજીના ગરબા પર ગરબા રમે છે.

મહિલાઓ નથી રમતી ગરબા
પોરબંદર ભદ્રકાલી માતાજીના મંદિરની ગરબીને આજે 100 વર્ષ પુરા થવાથી લોકોમાં આનંદ જોવા મળ્યો. આ ગરબીમાં પુરુષો ખુલ્લા પગે માથા પર ટોપી પહેરી ગરબા રમે છે, માતાજીના ગરબા પર પુરુષો જ ગરબા રમે છે અહીં ગરબા રમવા માટે અનેક નિયમો કોળી સમાજના પૂર્વજોએ બનાવેલ છે. ગરબી રમવા માટે મહિલાઓને પટાંગણમાં માત્ર જોવાની છૂટ છે રમવા પર પ્રતિબંધ છે. અહીં મંદિર પરિસરમાં ગરબા રમવા આવતા પુરુષોએ ખુલ્લા પગે માથે ટોપી ફરજિયાત પહેરીને ગરબા રમવા આવે છે.



સુવર્ણ અક્ષરે અંકિત થશે ઈતિહાસ
સામાન્ય રીતે નવરાત્રીમાં મોટા આયોજન અને તેમાં મ્યુઝિક સિસ્ટમના ખર્ચ હોય છે લાઈટ ડેકોરેશન અને ડ્રેશીંગ ખર્ચ, પ્રેક્ટિસ ખર્ચ વધુ લાગે છે ત્યારે ભદ્રકાળી માતાજીના મંદિરે કોઈ પ્રેક્ટિસ કે મોટા દેખાવો વગર ગરબાનું આયોજન લોકોના આકર્ષણ નું કેન્દ્ર બની ગયું છે.આજના આધુનિક અને ટેક્નિકલ યુગમાં આજની પેઢી પણ ભદ્રકાળી માતાજીના મંદિરે ગરબા રમી પોતાની જાતને ધન્ય માને છે. આવનાર વર્ષમાં આ ગરબી 100 વર્ષ પુરા કરશે ત્યારે આવનાર પેઢી માટે આ ગરબાનું આયોજન સુવર્ણ અક્ષરે અંકિત થશે.

લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો
આજે ભદ્રકાળી માતાજીના ગરબા શહેરનું સૌથી મોટું આયોજન ગણવામાં આવી રહ્યું છે લોકો પણ ઉમળકા ભેર આયોજનને વધાવી રહ્યા છે.
મોંઘા ડ્રેશ અને આધુનિક ઉપકરણો સામે પ્રદૂષણ વગર ભદ્રકાળી માતાજીની ગરબી આવનાર પેઢીને નવી રાહ ચીંધે છે અને આગામી બે વર્ષ બાદ100માં વર્ષમાં પ્રવેશ કરશે.