રાજકોટમાં ભાજપ કાર્યકારની ગેરકાયદે સ્કૂલ, દોઢ વર્ષ પહેલા તોડવાનો આદેશ છતાં અમલ નહીં
- સાગઠીયા અને ભાજપના ભૂતપૂર્વ નેતાઓની મીઠી નજર હેઠળ ખડકાયેલી - મવડીમાં જયકિશન સ્કૂલને તોડી પાડવા 16 માસ પહેલા હૂકમ છતાં અમલ ન કરાયો, અગ્નિકાંડ બાદ સીલ થયેલી આ સ્કૂલનું સીલ પણ ખોલી દેવાયું- વેસ્ટઝોનમાં સાગઠીયા ટોળીએ છાવરેલા 50 મોટા ગેરકાયદે બાંધકામોના સર્વેમાં ઘટસ્ફોટ- વોર્ડ-1માં ઘંટેશ્વરના રસ્તા પર ક્રિસ્ટલ સ્કૂલમાં પણ આંશિક બાંધકામ ગેરકાયદે થયાનું ખુલ્યું Rajkot Jay Kishan illegle School | રાજકોટમાં વોર્ડ નં.11માં મવડી વિસ્તારમાં શ્રી હરિ સોસાયટી શેરી નં.16માં બાપા સીતારામ ચોક પાસે ત્રણ માળની તોતિંગ જય કિશન સ્કૂલનું ભાજપના કાર્યકરે ખડકેલું બાંધકામ ગેરકાયદે હોવાનો અને તેમ છતાં તેને એક-દોઢ વર્ષથી સતત છાવરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ આજે થયો છે. અગ્નિકાંડ,કરોડોની લાંચ વગેરે ગુનામાં જેલહવાલે રહેલા પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠીયાના સમયમાં આ સ્કૂલને 16 માસ પહેલા તોડી પાડવા હૂકમ કરવા છતાં તેનો અમલ કરાયો ન્હોતો. તત્કાલીન ભાજપના શાસકોએ પણ સ્કૂલને છાવર્યાની ચર્ચા છે. આજે શહેર ભાજપે આ સ્કૂલ સાથે જોડાયેલા વીરડીયા નામના કાર્યકર કોઈ હોદ્દા પર નથી,લાખો પૈકીના એક કાર્યકર ગણાવ્યા છે. વિદ્યાર્થીઓની સલામતિ જોખમાય તેવા આ કૌભાંડના પર્દાફાશથી આજે શહેરમાં ભારે ચકચાર જાગી હતી. નાયબ મ્યુનિ.કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું કે શહેરમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા નોટિસો અપાયા બાદ કેસની સમીક્ષા કરીને ટી.પી.વિભાગ દ્વારા જે બાંધકામ રેગ્યુલરાઈઝ્ડ થઈ શકે તેવું જ ન હોય તેને તોડી પાડવા તા.23-05-2023ના ક.260(2) હેઠળ તત્કાલીન ટીપીઓ દ્વારા હૂકમ કરવામાં આવ્યો હતો અને બાંધકામ દૂર કરવા ત્યારે સાત દિવસનો સમય પણ અપાયો હતો. ગંભીર વાત એ છે કે તા.21-04-2023નાં સાગઠીયાએ ગેરકાયદે બાંધકામ તોડવા નોટિસ આપીને બાદમાં તડી પાડવાનો હુકમ કર્યો છતાં તેને કોના કહેવાથી કે પછી આર્થિક વહિવટ કરીને બાંધકામ તોડયું નહીં તે તપાસનો વિષય છે. વેસ્ટઝોનમાં આવા પચાસેક મોટા બાંધકામો તોડવા હૂકમ અગાઉ થયા છે જેની અમલવારી માટે આજે દરેક સ્થળે ઉચ્ચ અધિકારીઓની ટીમો દ્વારા તપાસ કરાઈ હતી. જેમાં મવડીમાં શ્રી હરિ સોસાયટી નામના સૂચિત વિસ્તારમાં ત્રણ માળનું જે.કે.સ્કૂલનું તોતિંગ સ્ટ્રક્ચર ધ્યાને આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે ગેરકાયદે બાંધકામ છતાં આ સ્કૂલમાં લોઅર કે.જી.થી માંડીને ધો.10 સુધીના વર્ગો ધમધમતા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આજે પણ સ્કૂલ ચાલુ હતી. એટલું જ નહીં, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગેરકાયદે બાંધકામ હોવા છતાં તેને સ્કૂલ તરીકે મંજુરી આપવામાં આવી હતી. સ્થાનિક સૂત્રો અનુસાર આ સ્કૂલને ટી.આર.પી.ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ અનેક સ્કૂલોની સાથે આ સ્કૂલને પણ સીલ કરાઈ હતી પંરતુ, બાદમાં મહાપાલિકા દ્વારા સીલ ખોલી દેવાયું હતું. સ્કૂલમાં આશરે ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મહાપાલિકાના વેસ્ટઝોન બાંધકામ-ટીપી વિભાગના સૂત્રો અનુસાર જયકિશન સ્કૂલનું ગેરકાયદે બાંધકામ તોડવા માટે મિલનભાઈ વેકરીયાના નામ જોગ અગાઉ હૂકમ કરાયો છે. સ્કૂલ સૂચિત વિસ્તારમાં હોય બાંધકામ પ્લાન, બી.યુ.સર્ટિ. વગેરે નથી અને તે ઈમ્પેક્ટ ફી હેઠળ મંજુરી થવાને પાત્ર જણાયું નથી. વોર્ડમાં ભાજપના કાર્યકરો પાસેથી મળતી માહિતી મૂજબ આ સ્કૂલનું બે માળનું બાંધકામ તો ચાર-પાંચ વર્ષ કે તે પહેલાથી હતું, બાદમાં દોઢેક વર્ષ પહેલા ત્રીજો માળ પણ ચણીને તેનો વપરાશ શરુ થઈ ગયો હતો. આ ઉપરાંત, મનપા સૂત્રો અનુસાર આજે તોડી પાડવાપાત્ર ગેરકાયદે બાંધકામોની સ્થળ તપાસ દરમિયાન વોર્ડ નં.૧માં ઘંટેશ્વર તરફ જતા રસ્તા ઉપર ક્રિસ્ટલ સ્કૂલમાં આંશિક બાંધકામને કોઈ મંજુરી નહીં હોવાનું પણ ખુલ્યું છે જે અંગે પણ કાર્યવાહી હાથ ધરાશે. મવડી, વાવડી વિસ્તારમાં આ સ્કૂલ ઉપરાંત ગેરેજ, ડેરી, વાડી, કોમ્પલેક્સ સહિતના 10 મોટા ગેરકાયદે બાંધકામો કે જે તોડી પાડવા હૂકમો થયેલા છે તેનો પણ સર્વે કરાયો છે. એકંદરે ફ્રેમસ્ટ્રક્ચરનું આટલું તોતિંગ બાંધકામ અને ધમધમતી સ્કૂલ એ ભાજપના વર્ષ પહેલાના સત્તાધીશો, સાગઠીયા સહિત ટી.પી.ના અધિકારીઓના ભ્રષ્ટાચાર વગર ટકી રહે તે સંભવ નથી ત્યારે શુ વહીવટ કરાયો તે સવાલ આજે જાગ્યો છે. તેમજ આ સ્કૂલમાં અગાઉ ભાજપના કાર્યક્રમ યોજાયાની પણ ચર્ચા છે. ગોવિંદ વીરડીયા માત્ર કાર્યકર કોઈ હોદ્દેદાર નથી-શહેર ભાજપરાજકોટ: મવડીમાં ભાજપના કાર્યકરની બી.યુ.કમ્પલીશન કે ફાયર એન.ઓ.સી. વગર જયકિશન સ્કૂલ નામની તોતિંગ શાળા ધમધમતી હોવા અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનો સંપર્ક સાધતા જણાવ્યું કે શહેરમાં લાખો કાર્યકરોની જેમ ગોવિંદ વીરડીયા માત્ર કાર્યકર છે, તેમને કોઈ જવાબદારી કે હોદ્દો અપાયો નથી. તંત્રએ નિયમોનુસાર કાર્યવાહી કરવી જોઈએ, લોકોની, વિદ્યાર્થીઓની સલામતિ ટોપ પ્રાયોરિટી જ હોય. ભાજપના વોર્ડ નં.૧૧ના પ્રમુખ મહેશ પીપળીયાએ જણાવ્યું કે હું આશરે એક વર્ષથી વોર્ડમાં પ્રમુખ છું, ભાજપના આ કાર્યકરની સ્કૂલ માટે અમે આ સમયમાં કોઈ ભલામણ કરી નથી, તે પહેલાના સમયમાં કરી હોય તો ખબર નથી. પ્રથમવાર ગેરકાયદે સ્કૂલનું વિજ જોડાણ કાપી નંખાશેરાજકોટ: નાયબ કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું કે જયકિશન સ્કૂલનું બાંધકામ તોડી પાડવા ક.260(2) હેઠળ જૂલાઈ-૨૦૨૩માં હૂકમ કરાયો છે, આજે આ સ્કૂલની વિઝીટ કરતા તે ચાલુ હતી. વિશાળ સ્ટ્રક્ચર ઉભુ કરાયેલું છે. નવા નિયમ અનુસાર કોઈ પણ અનધિકૃત બિલ્ડીંગ, ફાયર સેફ્ટી ન હોય તેવા બિલ્ડીંગનો જાહેર સલામતિને ધ્યાને લઈને ઉપયોગ કરાય નહીં તે માટે તેનું વિજજોડાણ કપાત કરવાનું રાજકોટમાં શરુ કરાયેલ છે. આ અન્વયે આ સ્કૂલનું વિજજોડાણ કાપવા એક-બે દિવસમાં પી.જી.વી.સી.એલ.ને રિપોર્ટ કરાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સાગઠીયા અને ભાજપના ભૂતપૂર્વ નેતાઓની મીઠી નજર હેઠળ ખડકાયેલી
- મવડીમાં જયકિશન સ્કૂલને તોડી પાડવા 16 માસ પહેલા હૂકમ છતાં અમલ ન કરાયો, અગ્નિકાંડ બાદ સીલ થયેલી આ સ્કૂલનું સીલ પણ ખોલી દેવાયું
- વેસ્ટઝોનમાં સાગઠીયા ટોળીએ છાવરેલા 50 મોટા ગેરકાયદે બાંધકામોના સર્વેમાં ઘટસ્ફોટ
- વોર્ડ-1માં ઘંટેશ્વરના રસ્તા પર ક્રિસ્ટલ સ્કૂલમાં પણ આંશિક બાંધકામ ગેરકાયદે થયાનું ખુલ્યું
Rajkot Jay Kishan illegle School | રાજકોટમાં વોર્ડ નં.11માં મવડી વિસ્તારમાં શ્રી હરિ સોસાયટી શેરી નં.16માં બાપા સીતારામ ચોક પાસે ત્રણ માળની તોતિંગ જય કિશન સ્કૂલનું ભાજપના કાર્યકરે ખડકેલું બાંધકામ ગેરકાયદે હોવાનો અને તેમ છતાં તેને એક-દોઢ વર્ષથી સતત છાવરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ આજે થયો છે. અગ્નિકાંડ,કરોડોની લાંચ વગેરે ગુનામાં જેલહવાલે રહેલા પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠીયાના સમયમાં આ સ્કૂલને 16 માસ પહેલા તોડી પાડવા હૂકમ કરવા છતાં તેનો અમલ કરાયો ન્હોતો. તત્કાલીન ભાજપના શાસકોએ પણ સ્કૂલને છાવર્યાની ચર્ચા છે. આજે શહેર ભાજપે આ સ્કૂલ સાથે જોડાયેલા વીરડીયા નામના કાર્યકર કોઈ હોદ્દા પર નથી,લાખો પૈકીના એક કાર્યકર ગણાવ્યા છે. વિદ્યાર્થીઓની સલામતિ જોખમાય તેવા આ કૌભાંડના પર્દાફાશથી આજે શહેરમાં ભારે ચકચાર જાગી હતી.
નાયબ મ્યુનિ.કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું કે શહેરમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા નોટિસો અપાયા બાદ કેસની સમીક્ષા કરીને ટી.પી.વિભાગ દ્વારા જે બાંધકામ રેગ્યુલરાઈઝ્ડ થઈ શકે તેવું જ ન હોય તેને તોડી પાડવા તા.23-05-2023ના ક.260(2) હેઠળ તત્કાલીન ટીપીઓ દ્વારા હૂકમ કરવામાં આવ્યો હતો અને બાંધકામ દૂર કરવા ત્યારે સાત દિવસનો સમય પણ અપાયો હતો.
ગંભીર વાત એ છે કે તા.21-04-2023નાં સાગઠીયાએ ગેરકાયદે બાંધકામ તોડવા નોટિસ આપીને બાદમાં તડી પાડવાનો હુકમ કર્યો છતાં તેને કોના કહેવાથી કે પછી આર્થિક વહિવટ કરીને બાંધકામ તોડયું નહીં તે તપાસનો વિષય છે. વેસ્ટઝોનમાં આવા પચાસેક મોટા બાંધકામો તોડવા હૂકમ અગાઉ થયા છે જેની અમલવારી માટે આજે દરેક સ્થળે ઉચ્ચ અધિકારીઓની ટીમો દ્વારા તપાસ કરાઈ હતી. જેમાં મવડીમાં શ્રી હરિ સોસાયટી નામના સૂચિત વિસ્તારમાં ત્રણ માળનું જે.કે.સ્કૂલનું તોતિંગ સ્ટ્રક્ચર ધ્યાને આવ્યું હતું.
ચોંકાવનારી વાત એ છે કે ગેરકાયદે બાંધકામ છતાં આ સ્કૂલમાં લોઅર કે.જી.થી માંડીને ધો.10 સુધીના વર્ગો ધમધમતા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આજે પણ સ્કૂલ ચાલુ હતી. એટલું જ નહીં, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગેરકાયદે બાંધકામ હોવા છતાં તેને સ્કૂલ તરીકે મંજુરી આપવામાં આવી હતી. સ્થાનિક સૂત્રો અનુસાર આ સ્કૂલને ટી.આર.પી.ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ અનેક સ્કૂલોની સાથે આ સ્કૂલને પણ સીલ કરાઈ હતી પંરતુ, બાદમાં મહાપાલિકા દ્વારા સીલ ખોલી દેવાયું હતું. સ્કૂલમાં આશરે ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
મહાપાલિકાના વેસ્ટઝોન બાંધકામ-ટીપી વિભાગના સૂત્રો અનુસાર જયકિશન સ્કૂલનું ગેરકાયદે બાંધકામ તોડવા માટે મિલનભાઈ વેકરીયાના નામ જોગ અગાઉ હૂકમ કરાયો છે. સ્કૂલ સૂચિત વિસ્તારમાં હોય બાંધકામ પ્લાન, બી.યુ.સર્ટિ. વગેરે નથી અને તે ઈમ્પેક્ટ ફી હેઠળ મંજુરી થવાને પાત્ર જણાયું નથી.
વોર્ડમાં ભાજપના કાર્યકરો પાસેથી મળતી માહિતી મૂજબ આ સ્કૂલનું બે માળનું બાંધકામ તો ચાર-પાંચ વર્ષ કે તે પહેલાથી હતું, બાદમાં દોઢેક વર્ષ પહેલા ત્રીજો માળ પણ ચણીને તેનો વપરાશ શરુ થઈ ગયો હતો. આ ઉપરાંત, મનપા સૂત્રો અનુસાર આજે તોડી પાડવાપાત્ર ગેરકાયદે બાંધકામોની સ્થળ તપાસ દરમિયાન વોર્ડ નં.૧માં ઘંટેશ્વર તરફ જતા રસ્તા ઉપર ક્રિસ્ટલ સ્કૂલમાં આંશિક બાંધકામને કોઈ મંજુરી નહીં હોવાનું પણ ખુલ્યું છે જે અંગે પણ કાર્યવાહી હાથ ધરાશે. મવડી, વાવડી વિસ્તારમાં આ સ્કૂલ ઉપરાંત ગેરેજ, ડેરી, વાડી, કોમ્પલેક્સ સહિતના 10 મોટા ગેરકાયદે બાંધકામો કે જે તોડી પાડવા હૂકમો થયેલા છે તેનો પણ સર્વે કરાયો છે.
એકંદરે ફ્રેમસ્ટ્રક્ચરનું આટલું તોતિંગ બાંધકામ અને ધમધમતી સ્કૂલ એ ભાજપના વર્ષ પહેલાના સત્તાધીશો, સાગઠીયા સહિત ટી.પી.ના અધિકારીઓના ભ્રષ્ટાચાર વગર ટકી રહે તે સંભવ નથી ત્યારે શુ વહીવટ કરાયો તે સવાલ આજે જાગ્યો છે. તેમજ આ સ્કૂલમાં અગાઉ ભાજપના કાર્યક્રમ યોજાયાની પણ ચર્ચા છે.
ગોવિંદ વીરડીયા માત્ર કાર્યકર કોઈ હોદ્દેદાર નથી-શહેર ભાજપ
રાજકોટ: મવડીમાં ભાજપના કાર્યકરની બી.યુ.કમ્પલીશન કે ફાયર એન.ઓ.સી. વગર જયકિશન સ્કૂલ નામની તોતિંગ શાળા ધમધમતી હોવા અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનો સંપર્ક સાધતા જણાવ્યું કે શહેરમાં લાખો કાર્યકરોની જેમ ગોવિંદ વીરડીયા માત્ર કાર્યકર છે, તેમને કોઈ જવાબદારી કે હોદ્દો અપાયો નથી. તંત્રએ નિયમોનુસાર કાર્યવાહી કરવી જોઈએ, લોકોની, વિદ્યાર્થીઓની સલામતિ ટોપ પ્રાયોરિટી જ હોય. ભાજપના વોર્ડ નં.૧૧ના પ્રમુખ મહેશ પીપળીયાએ જણાવ્યું કે હું આશરે એક વર્ષથી વોર્ડમાં પ્રમુખ છું, ભાજપના આ કાર્યકરની સ્કૂલ માટે અમે આ સમયમાં કોઈ ભલામણ કરી નથી, તે પહેલાના સમયમાં કરી હોય તો ખબર નથી.
પ્રથમવાર ગેરકાયદે સ્કૂલનું વિજ જોડાણ કાપી નંખાશે
રાજકોટ: નાયબ કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું કે જયકિશન સ્કૂલનું બાંધકામ તોડી પાડવા ક.260(2) હેઠળ જૂલાઈ-૨૦૨૩માં હૂકમ કરાયો છે, આજે આ સ્કૂલની વિઝીટ કરતા તે ચાલુ હતી. વિશાળ સ્ટ્રક્ચર ઉભુ કરાયેલું છે. નવા નિયમ અનુસાર કોઈ પણ અનધિકૃત બિલ્ડીંગ, ફાયર સેફ્ટી ન હોય તેવા બિલ્ડીંગનો જાહેર સલામતિને ધ્યાને લઈને ઉપયોગ કરાય નહીં તે માટે તેનું વિજજોડાણ કપાત કરવાનું રાજકોટમાં શરુ કરાયેલ છે. આ અન્વયે આ સ્કૂલનું વિજજોડાણ કાપવા એક-બે દિવસમાં પી.જી.વી.સી.એલ.ને રિપોર્ટ કરાશે.