કેન્દ્રિય અધિકારી પાસે 25લાખ પડાવનાર કથિત યુનાની ડોક્ટર વારસી બીજાનું સિમકાર્ડ વાપરે છેઃ બંને સાગરીત જેલમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ યુનાની સારવારના નામે રૃપિયા પડાવી લેવાના બહાર આવેલા ષડયંત્રમાં સમા પોલીસે રાજસ્થાનના કથિત ડોક્ટર વારસીની તપાસ શરૃ કરતાં તે બીજાના નામે સિમકાર્ડનો ઉપયોગ કરતો હોવાની વિગતો ખૂલી છે.
સમા સાવલી રોડ પર રહેતા કેન્દ્ર સરકાર હસ્તકની પાવર ગ્રીડ નિકેતન કંપનીના ચીફ મેનેજરને સ્કીનની સારવારના નામે ફસાવી યુનાની ડોક્ટર વારસીએ રૃ.૨૫ લાખ થી વધુ રકમ પડાવી લીધી હતી.પરંતુ તેમને કોઇ ફેર નહિ પડતાં અને વારસીએ દવા મંગાવશો તો મોકલી આપીશ તેમ કહી હાથ ઉંચા કરી દેતાં અધિકારીએ સમા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદને આધારે સમાના પીઆઇ મનિષ રાઠોડે રાજસ્થાનથી વારસીના કહેવાથી દવાની ડિલિવરી આપી રૃપિયા ઊઘરાવી જતા સાબીર મોહંમદ ફરીદ હુસેન(લાડપુરા, કોટા, રાજસ્થાન)અને આસિફ હનિફભાઇ શેખ(નવા ખેડા,કોટા,રાજસ્થાન મૂળ પાલી)ને ઝડપી પાડયા હતા.
What's Your Reaction?






