કચ્છના ગ્રામિણ વિસ્તારમાં પેટ્રોલની કાળાબજારી, છૂટકમાં 120 રૂપિયે વેચાણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કરિયાણાની દુકાનો, કેબીનો અને હોટલો પર રીટેલમાં વેચાણ વર્ષોથી ખુલ્લેઆમ વેચાતા પેટ્રોલિયમ પદાર્થો છતાં કાર્યવાહીનો અભાવ : દેશમાં સર્જાયેલી આવી સ્થિતિમાં ઊંચા ભાવે પેટ્રોલ વેચી લૂંટવાનું શરૂ
ભુજ, : વૈશ્વિક યુદ્વની અસર પેટ્રોલિયમ પદાર્થો પર પડી છે. ઈંધણની અછત વચ્ચે ભાવ વધારાએ દાઝયા પર ડામ દીધો છે ત્યારે કચ્છમાં પેટ્રોલ ડીઝલની અછતનો લાભ ઉઠાવી કેટલાક ગ્રામિણ વિસ્તારોમાં કરિયાણાની દુકાનો, કેબીનો અને હોટલો પર પેટ્રોલ 15થી 20 રૂપિયા મોંઘુ વેચાઈ રહ્યું છે. જિલ્લા પુરવઠા શાખા દ્વારા છેલ્લા કેટલાક સમયથી આકસ્મિક તપાસણી કરવામાં આવી રહી છે ત્યારે કચ્છના ગ્રામિણ વિસ્તારોમાં પણ કાળાબજારીનું પ્રમાણ એકાએક વધી ગયું છે. બહોળો વિસ્તાર ધરાવતાં કચ્છ જિલ્લામાં જે ગ્રામિણ વિસ્તારથી પેટ્રોલ પંપ નજીકમાં નથી તેવા ગામોના કરિયાણાની દુકાનોના સંચાલકો ગેરકાયદે પેટ્રોલનું છૂટકમાં વેચાણ કરતા હોય છે. આ દુકાનદારો સામાન્ય દિવસોમાં પણ એક લીટરે પેટ્રોલ - ડીઝલમાં મૂળ ભાવ કરતા ૧૦ રૂપિયા વધુ ઉઘરાવતા હોય છે ત્યારે, હાલમાં દેશમાં સર્જાયેલી આ સ્થિતિમાં એક લીટરે દસથી વીસ રૂપિયાની વધારાની લૂંટ ચલાવાઈ રહી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

