ઓપરેશન શિલ્ડ: આવતીકાલે દેશના પાંચ રાજ્યોમાં યોજાશે મોક ડ્રીલ, ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરાશે આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Mock Drill: જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી. જ્યારે સરહદ પર સીઝફાયર બાદ સિવિલ ડિફેન્સે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ફરી મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો છે.
આવતીકાલે પાંચ રાજ્યો થશે ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ
ભારત સરકારના આદેશ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ આવતીકાલ (29 મે) ગુરુવારના રોજ સાંજે 5:00 કલાકે ફરી એકવાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે.
What's Your Reaction?






