ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારી, શણગાર માટે થાઈલેન્ડથી 900 કિલો ફૂલ મંગાવાયા

Decorate The ISKCON Temple in Ahmedabad : અમદાવાદના ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારી ચાલી રહી છે, ત્યારે મંદિરના શણગાર માટે થાઈલેન્ડથી 900 કિલો ફૂલો મંગાવવામાં આવ્યાં છે. જેમાં ભગવાનના વાઘા પણ વૃંદાવનથી મંગાવવામાં આવ્યાં છે. મંદિરના મુખ્ય પૂજારીએ જણાવ્યું હતું કે, 'શણગાર માટે સાત લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે.' બીજી તરફ,  રાજકોટમાં ઈસ્કોન મંદિરે જન્માષ્ટમી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે રાજકોટના ઈસ્કોન મંદિર અને પરિસર ફૂલ-રોશનીથી શણગારવામાં આવ્યું છે.શણગાર માટે સાત લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરાયોઈસ્કોન મંદિરના મુખ્ય પૂજારી ચિત્રકદાસજીએ જણાવ્યું હતું કે, 'છેલ્લા બે મહિનાથી ભગવાનના વાઘા તૈયાર કરતા હતા. તેમાં હીરાની સાથે જરદોશી વર્ક પણ કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન માટે વસ્ત્રોની સાથે સુંદર મુકુટ, મોટો હાર, કમરપટ્ટી, ચોકર વગેરે ડિઝાઈન કરવામાં આવ્યું છે. જેના માટે સાત લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.' આ પણ વાંચો : 5251 વર્ષ બાદ જન્માષ્ટમી પર બની રહ્યો છે આવો દુર્લભ યોગ: અવશ્ય કરો આ પાંચ ઉપાય600થી વધુ વાનગીનો અન્નકૂટ ધરાશેજન્માષ્ટમીના દિવસે ભગવાનને સુંદર શણગાર કરવામાં આવશે. આરતી કરીને પંચગવ્ય, કેસર, ગંગાજળ, પંચામૃત તેમજ ફળોના રસથી મહાભિષેક કરાશે. આ દરમિયાન 600થી વધુ વાનગીનો અન્નકૂટ ધરવામાં આવશે. પશુ-પક્ષીઓની થીમથી પણ શણગાર કરાશેભગવાન કૃષ્ણને વનરાજીની સાથે પશુ-પક્ષીઓ પણ અતિ પ્રિય હતા. આ માટે સમગ્ર મંદિર અને પરિસરમાં પશુ-પક્ષીઓની થીમથી પણ શણગાર કરાશે.રાજકોટમાં ઈસ્કોન મંદિર અને પરિસર ફૂલ-રોશનીથી શણગારવામાં આવ્યુંરાજકોટમાં ઈસ્કોન મંદિરે જન્માષ્ટમી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે મંદિર અને પરિસર ફૂલ-રોશનીથી શણગારવામાં આવ્યું છે. જેમાં ભગવાન માટેના વાઘા-વસ્ત્રો વૃંદાવનથી લાવવામાં આવ્યાં છે. આ દરમિયાન જન્માષ્ટમીના દિવસે આશરે 3 લાખ ભાવિકો અને રોજના 80 હજાર દર્શનાર્થી દર્શન માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટમાં ઈસ્કોન મંદિર ખાતે 30 ઓગસ્ટ સુધી ઉજવણી ચાલશે. દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરાઈરાજકોટ ઇસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવ્યું છે કે, 'મંદિરે આવતા દર્શનાર્થીઓમાં કોઈ પ્રકારની હાલાકી અથવા ધક્કામુક્કીની સમસ્યા ઊભી ન થાય તે માટે મંદિરમાં દર્શનપથ ઊભો કરવામાં આવ્યો છે. મંદિર ખાતે બાળકો માટે આધ્યાત્મિક પ્રગતિ, પ્રહલાદ સન્ડે ચિલ્ડ્રન ક્લાસીસ, યુવાનોની આધ્યાત્મિક પ્રગતિ માટે ઇસ્કોન યૂથ ફોરમ સહિત મહિલાઓ માટે આધ્યાત્મિક પ્રગતિ માટે રાધારાણી સભા ચલાવવામાં આવે છે.'જન્માષ્ટમીના કાર્યક્રમમાં આ સમયે થશે ભગવાનના દર્શનજન્માષ્ટમીના દિવસ દરમિયાન પૂરો દિવસ ભગવાનના દર્શન અને મંદિરમાં સુમધુર કીર્તન ચાલુ રહેશે, ત્યારે  સવારે 4.30 વાગ્યે મંગળા આરતીથી જન્માષ્ટમીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે, આ પછી સવારે 9.30 કલાકે શૃંગાર દર્શન થશે અને સવારે 10 વાગ્યે ભગવાનને છપ્પનભોગ અર્પણ કરવામાં આવશે. આ દરમિયાન 11 કલાકે પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી દ્વારા શ્રીકૃષ્ણ લીલા ઉપર પ્રવચન આપશે. જ્યારે ભગવાનનો અભિષેક રાત્રે 10 કલાકે શરૂ થશે અને રાત્રે 12 કલાકે ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. તેમજ દર્શનાર્થીઓ માટે શીરા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારી, શણગાર માટે થાઈલેન્ડથી 900 કિલો ફૂલ મંગાવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Decorate The ISKCON Temple in Ahmedabad : અમદાવાદના ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની તડામાર તૈયારી ચાલી રહી છે, ત્યારે મંદિરના શણગાર માટે થાઈલેન્ડથી 900 કિલો ફૂલો મંગાવવામાં આવ્યાં છે. જેમાં ભગવાનના વાઘા પણ વૃંદાવનથી મંગાવવામાં આવ્યાં છે. મંદિરના મુખ્ય પૂજારીએ જણાવ્યું હતું કે, 'શણગાર માટે સાત લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે.' બીજી તરફ,  રાજકોટમાં ઈસ્કોન મંદિરે જન્માષ્ટમી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે રાજકોટના ઈસ્કોન મંદિર અને પરિસર ફૂલ-રોશનીથી શણગારવામાં આવ્યું છે.

શણગાર માટે સાત લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરાયો

ઈસ્કોન મંદિરના મુખ્ય પૂજારી ચિત્રકદાસજીએ જણાવ્યું હતું કે, 'છેલ્લા બે મહિનાથી ભગવાનના વાઘા તૈયાર કરતા હતા. તેમાં હીરાની સાથે જરદોશી વર્ક પણ કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન માટે વસ્ત્રોની સાથે સુંદર મુકુટ, મોટો હાર, કમરપટ્ટી, ચોકર વગેરે ડિઝાઈન કરવામાં આવ્યું છે. જેના માટે સાત લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.' 

આ પણ વાંચો : 5251 વર્ષ બાદ જન્માષ્ટમી પર બની રહ્યો છે આવો દુર્લભ યોગ: અવશ્ય કરો આ પાંચ ઉપાય

600થી વધુ વાનગીનો અન્નકૂટ ધરાશે

જન્માષ્ટમીના દિવસે ભગવાનને સુંદર શણગાર કરવામાં આવશે. આરતી કરીને પંચગવ્ય, કેસર, ગંગાજળ, પંચામૃત તેમજ ફળોના રસથી મહાભિષેક કરાશે. આ દરમિયાન 600થી વધુ વાનગીનો અન્નકૂટ ધરવામાં આવશે. 

પશુ-પક્ષીઓની થીમથી પણ શણગાર કરાશે

ભગવાન કૃષ્ણને વનરાજીની સાથે પશુ-પક્ષીઓ પણ અતિ પ્રિય હતા. આ માટે સમગ્ર મંદિર અને પરિસરમાં પશુ-પક્ષીઓની થીમથી પણ શણગાર કરાશે.

રાજકોટમાં ઈસ્કોન મંદિર અને પરિસર ફૂલ-રોશનીથી શણગારવામાં આવ્યું

રાજકોટમાં ઈસ્કોન મંદિરે જન્માષ્ટમી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે મંદિર અને પરિસર ફૂલ-રોશનીથી શણગારવામાં આવ્યું છે. જેમાં ભગવાન માટેના વાઘા-વસ્ત્રો વૃંદાવનથી લાવવામાં આવ્યાં છે. આ દરમિયાન જન્માષ્ટમીના દિવસે આશરે 3 લાખ ભાવિકો અને રોજના 80 હજાર દર્શનાર્થી દર્શન માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટમાં ઈસ્કોન મંદિર ખાતે 30 ઓગસ્ટ સુધી ઉજવણી ચાલશે. 

દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરાઈ

રાજકોટ ઇસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવ્યું છે કે, 'મંદિરે આવતા દર્શનાર્થીઓમાં કોઈ પ્રકારની હાલાકી અથવા ધક્કામુક્કીની સમસ્યા ઊભી ન થાય તે માટે મંદિરમાં દર્શનપથ ઊભો કરવામાં આવ્યો છે. મંદિર ખાતે બાળકો માટે આધ્યાત્મિક પ્રગતિ, પ્રહલાદ સન્ડે ચિલ્ડ્રન ક્લાસીસ, યુવાનોની આધ્યાત્મિક પ્રગતિ માટે ઇસ્કોન યૂથ ફોરમ સહિત મહિલાઓ માટે આધ્યાત્મિક પ્રગતિ માટે રાધારાણી સભા ચલાવવામાં આવે છે.'

જન્માષ્ટમીના કાર્યક્રમમાં આ સમયે થશે ભગવાનના દર્શન

જન્માષ્ટમીના દિવસ દરમિયાન પૂરો દિવસ ભગવાનના દર્શન અને મંદિરમાં સુમધુર કીર્તન ચાલુ રહેશે, ત્યારે  સવારે 4.30 વાગ્યે મંગળા આરતીથી જન્માષ્ટમીના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે, આ પછી સવારે 9.30 કલાકે શૃંગાર દર્શન થશે અને સવારે 10 વાગ્યે ભગવાનને છપ્પનભોગ અર્પણ કરવામાં આવશે. આ દરમિયાન 11 કલાકે પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી દ્વારા શ્રીકૃષ્ણ લીલા ઉપર પ્રવચન આપશે. જ્યારે ભગવાનનો અભિષેક રાત્રે 10 કલાકે શરૂ થશે અને રાત્રે 12 કલાકે ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. તેમજ દર્શનાર્થીઓ માટે શીરા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.