Ahmedabad: 72 કલાકથી વધુ થયા છતાં એક પણ આરોપીની પોલીસ ઓળખ કરી
ઓગણજ સર્કલ પાસે જાણીતા મંડલી ગરબામાં ગુરૂવારે સવારે ખેલૈયાઓના બે જૂથો વચ્ચે બંબૂથી મારામારી થઇ હતી. જેથી સિક્યુરિટી ગાર્ડ વચ્ચે પડીને છોડાવવા જતા તેમની સાથે પણ શખ્સોએ ઝપાઝપી કરી હતી. ત્યારે ટોળાને વિખેરવા અને મામલો થાળે પાડવા સિક્યુરિટી એજન્સી ધરાવતા અને ઇન્ચાર્જે પોતાની રિવોલ્વરથી હવામાં એક રાઉન્ડ ફયરિંગ કર્યુ હતુ.આ અંગે સિક્યુરિટી ઇન્ચાર્જે અજાણ્યા 30 જેટલા શખ્સો સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી છે. તેમજ બીજી તરફ્ 72 કલાકથી વધુ સમય થયા છતા પણ પોલીસ એક પણ આરોપીની ઓળખ કરી શકી નથી. જ્યારે પોલીસે આયોજક, સિક્યુરિટી ગાર્ડ સહિત 10 જેટલા લોકોના નિવેદન લઇને વધુ તપાસ શરૂ કરી છે. ઓગણજ સર્કલ પાસે આવેલ જાણીતા મંડલી ગરબામાં થયેલ મારામારી અને ફયરિંગની ઘટના મામલે પોલીસે ગુનો નોધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જ્યારે પોલીસે 10 લોકોના નિવેદન નોધ્યા તેમાં ગરબા સ્ટેપ કરતી વખતે બે વ્યક્તિઓના હાથમાં મોબાઇલ હતા અને સામાન્ય હાથ એકબીજાને અડી જતા બંને વ્યક્તિઓના જૂથો વચ્ચે માથાકૂટ અને મારામારી થઇ હતી. જો કે મહત્વનું છે કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી છે. જ્યારે પાર્કિંગમાં પડેલ કારની નંબર પ્લેટના આધારે પણ આરોપીની શોધખોળ શરૂ કરવા પોલીસે જુદી-જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -