આરટીઓ ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે પહોંચેલા ૪૩૩ અરજદારોને ધક્કો

Apr 21, 2026 - 03:30
આરટીઓ ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે પહોંચેલા ૪૩૩ અરજદારોને ધક્કો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


કાળઝાળ ગરમીમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ માટે વડોદરા આરટીઓ કચેરીએ પહોંચેલા અરજદારોને આજેફરી એકવખત નિરાશ થઈ ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.

સવારથી જ જિસ્વાન ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઠપ થઈ જતાં આખો દિવસ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી સંપૂર્ણ બંધ રહી હતી. સાંજ સુધી કનેક્ટિવિટિ પુનઃસ્થાપિત ન થતાં અંતે તમામ એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યૂલ કરવી પડી હતી. માત્ર એક અઠવાડિયા પહેલાં જ આ જ જિસ્વાન ઇન્ટરનેટ કનેક્ટિવિટિની સમસ્યાને કારણે અરજદારો વિલા મોઢે પરત ફર્યા હતા ત્યારે ફરી એ જ સ્થિતિ સર્જાતાં અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજેટુ-વ્હીલર માટેની ૨૫૯ અને ફોર-વ્હીલર માટેની ૧૭૪ મળી કુલ ૪૩૩ એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યૂલ કરવી પડી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0