આગામી 25 વર્ષમાં આપણા દેશને વિકસિત બનાવવાનો આ ગોલ્ડન સમયગાળો છે: નરેન્દ્ર મોદી
Namo Bharat Rapid Rail : વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તબક્કાવાર એક પછી લોકાર્પણના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ હવે GMDC ગ્રાઉન્ડ ખાતે સન્માન સમારોહમાં પહોંચ્યા હતા. જીએમડીસીમાં ખુલ્લી જીપમાં બેસીને વડાપ્રધાને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સ્ટેજ સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ સાથે હતા. આ દરમિયાન લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. જીએમડીસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સન્માન યોજવામાં આવ્યું હતું. પીએમ મોદીએ અમદાવાદના જીએમડીસી ખાતેથી બટન દબાવીને ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. સિંગલ વિંડો આઇએફસીએ સિસ્ટમ લોન્ચ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોની ચાવી આપી હતી. દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચુઅલ ઉદઘાટન કર્યું હતું. બીજી તરફ રેલવેએ વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરી દીધું છે. દેશની આ પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદની વચ્ચે દોડશે. આ ટ્રેન પાંચ કલાક અને 45 મિનિટમાં અમદાવાદ અને ભુજ વચ્ચેનું અંતર કાપશે, જેની વચ્ચે નવ સ્ટેશન પર આ ટ્રેન રોકાશે. આ પણ વાંચો : અમદાવાદ-ગાંધીનગર મેટ્રો અમદાવાદની જેમ દર 12 મિનિટે નહીં, પરંતુ સવા કલાકે આવશેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે ઉત્સવના આ સમયમાં ભારતના વિકાસનો ઉત્સવ પણ નિરંતર ચાલુ રહેશે. અત્યારે અહીંથી લગભગ 8,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. તેમાં રેલવે, રોડ અને મેટ્રો જેવા અનેક પ્રોજેક્ટ્સ સામેલ છે. નમો ભારત રેપિડ રેલનું પણ ઉદ્ઘાટન, અમદાવાદ-ભુજ વચ્ચે દોડશેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજથી અમદાવાદ ભુજ વચ્ચે નમો ભારત રેપિડ રેડ શરૂ થઇ ગઇ છે, આ ટ્રેનથી મિડલ ક્લાસ લોકોને ફાયદો થશે. આગામી સમયમાં અનેક શહેરોને નમો ભારત રેપિડ રેલની કનેક્ટિવિટી મળશે. દેશમાં 15થી વધુ રૂટ પર નવી નમો ભારત રેપિડ રેલ દોડાવવામાં આવશે, જ્યારે 125થી વધુ ભારત ટ્રેન લોકોને સેવા આપી રહી છે. આગામી 25 વર્ષમાં આપણા દેશને વિકસિત બનાવવાનો આ ગોલ્ડન સમયગાળો છે. જેમાં ગુજરાતની સૌથી મોટી ભૂમિકા છે. ગુજરાત ભારતનું પ્રથમ એરક્રાફ્ટ આપશે. આજે ગુજરાતમાં એક-એકથી ચઢિયાતી યુનિવર્સિટીઓ છે, આ ઉપરાંત વિદેશી યુનિવર્સિટીઓ પણ ગુજરાતમાં કેમ્પસ શરૂ કરી રહી છે.આ પણ વાંચો : PM મોદીએ ગાંધીનગરને આપી મેટ્રોની ભેટ, જાણો અમદાવાદ સુધીના રૂટનું સંપૂર્ણ શેડ્યુલગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે : નરેન્દ્ર મોદીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસના કાર્યો માટે દેશવાસીઓ અને ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે. ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં પહેલી અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઇ છે. જેમાં આપણે ઘણાં સ્વજનોને ગુમાવ્યા છે. ત્રીજીવાર પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લીધા બાદ પહેલીવાર ગુજરાત આવ્યો છે, ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ હંમેશા મારી ઉપર તમારો પ્રેમ વરસાવ્યો છે. પુત્ર જ્યારે પોતાના ઘરે આવીને સ્વજનોના આશીર્વાદ લે છે ત્યારે તેને નવી ઉર્જા મળે છે. તેનો ઉત્સાહ અને જોશ વધી જાય છે. આટલી મોટી સંખ્યામાં તમે આશીર્વાદ આપવા માટે આવ્યા તે મારું સૌભાગ્ય છે. મને વારંવાર અલગ-અલગ કોર્નરથી મેસેજ આવતા હતા કે ત્રીજીવાર શપથ લીધા પછી હું જલદી જ તમારી વચ્ચે આવું. તમારો નરેન્દ્ર ભાઇ પર હક છે. મેં લોકસભાની ચૂંટણીમાં તમને અને દેશવાસીઓને ગેરન્ટી આપી હતી. પ્રથમ 100 દિવસમાં અભૂતપૂર્વ નિર્ણયો લેવામાં આવશે. ગત 100 દિવસમાં મેં દિવસ-રાત જોયું નથી, 100 દિવસના એજન્ટાને પુરો કરવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દીધી. દેશ હોય કે વિદેશ, જ્યાં પણ જે પ્રયત્નો કરવાના હતા તે કર્યા, કોઇ કસર છોડી નથી. આ પણ વાંચો : ઇદ-એ-મિલાદના જુલુસના લીધે અમદાવાદ આ રસ્તાઓ રહેશે બંધ, જાણી લો વૈકલ્પિક રૂટજેમને જે મજાક ઉડાવવી હોય તે ઉડાવવા દોરાષ્ટ્ર પ્રથમનો સંકલ્પ અપાવીને તમે લોકોએ જ મને દિલ્હી મોકલ્યો છે. મેં લોકસભાની ચૂંટણી દરમિયાન તમને અને દેશવાસીઓને એક ગેરન્ટી આપી હતી. મેં કહ્યું હતું કે ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસ દેશ માટે અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવશે. ગત 100 દિવસમાં મોદીની મજાક ઉડાવવા લાગ્યા. ભાત-ભાતના તર્ક-વિતર્ક બતાવતા હતા. લોકો વિચાર હતા મોદી કેમ ચૂપ છે? દરેક મજાકને સહન કરતાં એક પ્રણ લઇને મેં 100 દિવસ તમારા માટે દેશ હિતની નિતિ બનાવવા કામ કર્યું. જેમને જે મજાક ઉડાવવી હોય તેને ઉડાવવા દો. મેં નક્કી કર્યું હતું કે હું એકપણ જવાબ નહી આપું. મારે દેશના જે કલ્યાણના માર્ગ પર ચાલવાનું છે તેને છોડીશ નહી. ચૂંટણી દરમિયાન મેં 3 હજાર કરોડ બનાવવાની ગેરેન્ટી આપી હતી. ગુજરાતના હજારો પરિવારોને ઘર મળ્યા છે, ઝારખંડમાં પણ હજાર પરિવારને ઘર આપ્યા હતા. શહેરી મિડલ ક્લાસના ઘર માટે આર્થિક મદદ પુરી પાડવાની હોય. ફેક્ટરીઓમાં કામ કરનારાઓ માટે વિશેષ આવાસ યોજના બનાવવા માટે સરકાર તેના પર હજારો કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. અઠવાડિયામાં 6 દિવસ દોડશે નમો ભારત રેપિડ રેલઆ ટ્રેનનું સંચાલન અઠવાડિયામાં 6 દિવસ થશે. દર અઠવાડિયે રવિવારે ભુજથી તેની સેવા નહીં મળે, તેમજ અમદાવાદથી તેની સેવા શનિવારે નહીં મળે. રસ્તામાં તે અંજાર, ગાંધીધામ, ભચાઉ, સમખિયાલી, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતીમાં રોકાશે. આ ટ્રેન ભુજથી સવારે 05:05 વાગ્યે રવાના થશે અને સવારે 10:50 વાગ્યે અમદાવાદ પહોંચશે. વાપસીમાં આ ટ્રેન અમદાવાદથી સાંજ 05:30 વાગ્યે ખુલશે અને રાત્રે 11:10 વાગ્યે ભુજ પહોંચશે.કેટલું છે ભાડુ? વંદે મેટ્રો ટ્રેન પોતાની આ યાત્રામાં 9 સ્ટેશનોએ રોકાશે. આ ટ્રેનનું રોકાણ દરેક સ્ટેશન પર આશરે 2 મિનિટ સુધી રહેશે અને 5 કલાક 45 મિનિટમાં યાત્રા પૂરી કરશે. વંદે મેટ્રો ટ્રેનના ભાડાની યાદી પણ રજૂ કરવામાં આવી છે. તેમાં ઓછું ભાડુ 28 રૂપિયા છે. તેના પર સુપરફાસ્ટ સરચાર્જ, રિઝર્વેશન ચાર્જ અને જીએસટી ચાર્જ ચૂકવવાનો રહેશે.જો તમે વંદે મેટ્રો ટ્રેનમાં 50 કિમી સુધીની યાત્રા કરો છો તો તમારે 60 રૂપિ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Namo Bharat Rapid Rail : વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તબક્કાવાર એક પછી લોકાર્પણના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ હવે GMDC ગ્રાઉન્ડ ખાતે સન્માન સમારોહમાં પહોંચ્યા હતા. જીએમડીસીમાં ખુલ્લી જીપમાં બેસીને વડાપ્રધાને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સ્ટેજ સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ સાથે હતા. આ દરમિયાન લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. જીએમડીસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સન્માન યોજવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ અમદાવાદના જીએમડીસી ખાતેથી બટન દબાવીને ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. સિંગલ વિંડો આઇએફસીએ સિસ્ટમ લોન્ચ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોની ચાવી આપી હતી. દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચુઅલ ઉદઘાટન કર્યું હતું. બીજી તરફ રેલવેએ વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરી દીધું છે. દેશની આ પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજથી અમદાવાદની વચ્ચે દોડશે. આ ટ્રેન પાંચ કલાક અને 45 મિનિટમાં અમદાવાદ અને ભુજ વચ્ચેનું અંતર કાપશે, જેની વચ્ચે નવ સ્ટેશન પર આ ટ્રેન રોકાશે.
આ પણ વાંચો : અમદાવાદ-ગાંધીનગર મેટ્રો અમદાવાદની જેમ દર 12 મિનિટે નહીં, પરંતુ સવા કલાકે આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે ઉત્સવના આ સમયમાં ભારતના વિકાસનો ઉત્સવ પણ નિરંતર ચાલુ રહેશે. અત્યારે અહીંથી લગભગ 8,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. તેમાં રેલવે, રોડ અને મેટ્રો જેવા અનેક પ્રોજેક્ટ્સ સામેલ છે.
નમો ભારત રેપિડ રેલનું પણ ઉદ્ઘાટન, અમદાવાદ-ભુજ વચ્ચે દોડશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજથી અમદાવાદ ભુજ વચ્ચે નમો ભારત રેપિડ રેડ શરૂ થઇ ગઇ છે, આ ટ્રેનથી મિડલ ક્લાસ લોકોને ફાયદો થશે. આગામી સમયમાં અનેક શહેરોને નમો ભારત રેપિડ રેલની કનેક્ટિવિટી મળશે. દેશમાં 15થી વધુ રૂટ પર નવી નમો ભારત રેપિડ રેલ દોડાવવામાં આવશે, જ્યારે 125થી વધુ ભારત ટ્રેન લોકોને સેવા આપી રહી છે. આગામી 25 વર્ષમાં આપણા દેશને વિકસિત બનાવવાનો આ ગોલ્ડન સમયગાળો છે. જેમાં ગુજરાતની સૌથી મોટી ભૂમિકા છે. ગુજરાત ભારતનું પ્રથમ એરક્રાફ્ટ આપશે. આજે ગુજરાતમાં એક-એકથી ચઢિયાતી યુનિવર્સિટીઓ છે, આ ઉપરાંત વિદેશી યુનિવર્સિટીઓ પણ ગુજરાતમાં કેમ્પસ શરૂ કરી રહી છે.
આ પણ વાંચો : PM મોદીએ ગાંધીનગરને આપી મેટ્રોની ભેટ, જાણો અમદાવાદ સુધીના રૂટનું સંપૂર્ણ શેડ્યુલ
ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે : નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસના કાર્યો માટે દેશવાસીઓ અને ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે. ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં પહેલી અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઇ છે. જેમાં આપણે ઘણાં સ્વજનોને ગુમાવ્યા છે. ત્રીજીવાર પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લીધા બાદ પહેલીવાર ગુજરાત આવ્યો છે, ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ હંમેશા મારી ઉપર તમારો પ્રેમ વરસાવ્યો છે. પુત્ર જ્યારે પોતાના ઘરે આવીને સ્વજનોના આશીર્વાદ લે છે ત્યારે તેને નવી ઉર્જા મળે છે. તેનો ઉત્સાહ અને જોશ વધી જાય છે. આટલી મોટી સંખ્યામાં તમે આશીર્વાદ આપવા માટે આવ્યા તે મારું સૌભાગ્ય છે.
મને વારંવાર અલગ-અલગ કોર્નરથી મેસેજ આવતા હતા કે ત્રીજીવાર શપથ લીધા પછી હું જલદી જ તમારી વચ્ચે આવું. તમારો નરેન્દ્ર ભાઇ પર હક છે. મેં લોકસભાની ચૂંટણીમાં તમને અને દેશવાસીઓને ગેરન્ટી આપી હતી. પ્રથમ 100 દિવસમાં અભૂતપૂર્વ નિર્ણયો લેવામાં આવશે. ગત 100 દિવસમાં મેં દિવસ-રાત જોયું નથી, 100 દિવસના એજન્ટાને પુરો કરવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દીધી. દેશ હોય કે વિદેશ, જ્યાં પણ જે પ્રયત્નો કરવાના હતા તે કર્યા, કોઇ કસર છોડી નથી.
આ પણ વાંચો : ઇદ-એ-મિલાદના જુલુસના લીધે અમદાવાદ આ રસ્તાઓ રહેશે બંધ, જાણી લો વૈકલ્પિક રૂટ
જેમને જે મજાક ઉડાવવી હોય તે ઉડાવવા દો
રાષ્ટ્ર પ્રથમનો સંકલ્પ અપાવીને તમે લોકોએ જ મને દિલ્હી મોકલ્યો છે. મેં લોકસભાની ચૂંટણી દરમિયાન તમને અને દેશવાસીઓને એક ગેરન્ટી આપી હતી. મેં કહ્યું હતું કે ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસ દેશ માટે અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવશે. ગત 100 દિવસમાં મોદીની મજાક ઉડાવવા લાગ્યા. ભાત-ભાતના તર્ક-વિતર્ક બતાવતા હતા. લોકો વિચાર હતા મોદી કેમ ચૂપ છે? દરેક મજાકને સહન કરતાં એક પ્રણ લઇને મેં 100 દિવસ તમારા માટે દેશ હિતની નિતિ બનાવવા કામ કર્યું. જેમને જે મજાક ઉડાવવી હોય તેને ઉડાવવા દો. મેં નક્કી કર્યું હતું કે હું એકપણ જવાબ નહી આપું. મારે દેશના જે કલ્યાણના માર્ગ પર ચાલવાનું છે તેને છોડીશ નહી. ચૂંટણી દરમિયાન મેં 3 હજાર કરોડ બનાવવાની ગેરેન્ટી આપી હતી. ગુજરાતના હજારો પરિવારોને ઘર મળ્યા છે, ઝારખંડમાં પણ હજાર પરિવારને ઘર આપ્યા હતા. શહેરી મિડલ ક્લાસના ઘર માટે આર્થિક મદદ પુરી પાડવાની હોય. ફેક્ટરીઓમાં કામ કરનારાઓ માટે વિશેષ આવાસ યોજના બનાવવા માટે સરકાર તેના પર હજારો કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.
અઠવાડિયામાં 6 દિવસ દોડશે નમો ભારત રેપિડ રેલ
આ ટ્રેનનું સંચાલન અઠવાડિયામાં 6 દિવસ થશે. દર અઠવાડિયે રવિવારે ભુજથી તેની સેવા નહીં મળે, તેમજ અમદાવાદથી તેની સેવા શનિવારે નહીં મળે. રસ્તામાં તે અંજાર, ગાંધીધામ, ભચાઉ, સમખિયાલી, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતીમાં રોકાશે. આ ટ્રેન ભુજથી સવારે 05:05 વાગ્યે રવાના થશે અને સવારે 10:50 વાગ્યે અમદાવાદ પહોંચશે. વાપસીમાં આ ટ્રેન અમદાવાદથી સાંજ 05:30 વાગ્યે ખુલશે અને રાત્રે 11:10 વાગ્યે ભુજ પહોંચશે.
કેટલું છે ભાડુ?
વંદે મેટ્રો ટ્રેન પોતાની આ યાત્રામાં 9 સ્ટેશનોએ રોકાશે. આ ટ્રેનનું રોકાણ દરેક સ્ટેશન પર આશરે 2 મિનિટ સુધી રહેશે અને 5 કલાક 45 મિનિટમાં યાત્રા પૂરી કરશે. વંદે મેટ્રો ટ્રેનના ભાડાની યાદી પણ રજૂ કરવામાં આવી છે. તેમાં ઓછું ભાડુ 28 રૂપિયા છે. તેના પર સુપરફાસ્ટ સરચાર્જ, રિઝર્વેશન ચાર્જ અને જીએસટી ચાર્જ ચૂકવવાનો રહેશે.
જો તમે વંદે મેટ્રો ટ્રેનમાં 50 કિમી સુધીની યાત્રા કરો છો તો તમારે 60 રૂપિયા+જીએસટી અને અન્ય એપ્લિકેશન ચાર્જ ચૂકવવાનો રહેશે. તેના ઉપર દર કિલોમીટર પર 1.20 રૂપિયાનું મૂળ ભાડુ વધતું રહેશે. તેને મુંબઈમાં ચાલતી એસી સબઅર્બનથી પણ સસ્તી બનાવવામાં આવી રહી છે.