અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ ડિમોલિશનમાં મોટી બેદરકારી, કોંક્રિટના કોથળા પડતા નીચે ઉભેલી મહિલા ઈજાગ્રસ્ત

Mar 10, 2026 - 23:30
અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ ડિમોલિશનમાં મોટી બેદરકારી, કોંક્રિટના કોથળા પડતા નીચે ઉભેલી મહિલા ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News : અમદાવાદ શહેરના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી દરમિયાન આજે સાંજે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયુક્ત કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે બ્રિજ નીચે રાખેલા રેતી અને કોંક્રિટના વિશાળ કોથળા એકાએક નીચે પડતા ત્યાં ઉભેલી એક શ્રમિક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી.

હાટકેશ્વર બ્રિજ ડિમોલિશનમાં મોટી બેદરકારી

હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવા માટે હાલ અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. મુખ્ય રોડ પરના બે સ્પાન તોડવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા નીચે રેતી અને કોંક્રિટ ભરેલા મોટા પ્લાસ્ટિકના કોથળાનો થપ્પો મારવામાં આવ્યો હતો, જેથી બ્રિજ તોડતી વખતે કાટમાળ સીધો નીચે પડે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0