અમદાવાદ: ભાજપ ઉમેદવારને અધૂરા કામ બતાવ્યા તો 'જય શ્રી રામ' બોલી ચાલતી પકડી, સ્થાનિકોએ લગાવ્યા 'ભાગ્યા..ભાગ્યા..'ના નારા

Apr 22, 2026 - 23:00
અમદાવાદ: ભાજપ ઉમેદવારને અધૂરા કામ બતાવ્યા તો 'જય શ્રી રામ' બોલી ચાલતી પકડી, સ્થાનિકોએ લગાવ્યા 'ભાગ્યા..ભાગ્યા..'ના નારા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


AMC Elections: ચૂંટાયા બાદ 5 વર્ષ સુધી અદ્રશ્ય થઈ ગયેલા નેતાઓ ચૂંટમી નજીક આવતા ફરી પાછા બહાર નીકળી આવ્યા છે. જનતાની નાની-મોટી અનેક સમસ્યાઓને અવગણીને કે તેની સામે આંખ આડા કાન કરી ACમાં આરામ કરતાં નેતાઓ અને કાર્યકરો હવે ખરા તડકે વચનોની લ્હાણી કરી રહ્યા છે, લાગે છે મતદાનની તારીખ નજીક છે. પણ આ નેતાઓને ક્યાં ખબર છે જ્યારે અધૂરા કામો મત માગવા જાઓ ત્યારે સામે આવીને ઉભા હોય ત્યારે 5 વર્ષમાં કરેલા કર્મ સામે આવે અને ફજેતી પણ થાય, આવું જ બન્યું અમદાવાદના શાહપુરમાં વોર્ડમાં જ્યાં ભાજપના ઉમેદવારો વોટ માગવા એક સોસાયટીમાં પહોંચ્યા તો ત્યાં સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકરોએ સત્યથી સામનો કરાવ્યો હતો, પણ નકટા બનેલા નેતાઓ સ્થાનિક લોકોની સમસ્યા સાંભળવાના બદલે અને સત્યનો સામનો કરવાને બદલે જય શ્રી રામના નારા લગાવતા ત્યાંથી ચાલ્યા ગયા હતા.

શાહપુર વોર્ડમાં ભારે રાજકીય ગરમાવો 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને તમામ વોર્ડમાં ઉમેદવારોનો પ્રચાર હવે જોર પકડી રહ્યો છે, ત્યારે શાહપુર વોર્ડમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0