અમદાવાદ, જામનગર, મોરબીમાં ITના દરોડા, 150 કરોડની કરચોરી પકડાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઈન્કમેટક્સ વિભાગ દ્વારા મીઠા અને હોટલના ધંધા સાથે સંકળાયેલા દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલાઓના અમદાવાદ, જામનગર, મોરબી અને માળિયામાં 20 જેટલા સ્થળે પાડવામાં આવેલા દરોડામાં કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે અને રૂ. 150 કરોડની કરચોરી પકડાઈ છે અને રૂ. 3.5 કરોડની રોકડ રકમ મળી છે તથા અઢી કિલો સોનું જપ્ત કરાયું છે.
આવકવેરા વિભાગ દ્વારા 16 બેંક લોકર સીઝ કરાયા હતા અને તે પૈકી 3 બેંક લોકર ઓપરેટ કરવામાં આવ્યા છે. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા જમીન ખરીદીના વ્યવહારો મળ્યા છે અને રૂ. 150 કરોડનું જમીન રોકાણ કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે. ઈન્મકટેક્સ વિભાગની અત્યાર સુધીની તપાસમાં રૂ.150 કરોડની કરચોરીની કબૂલાત કરવામાં આવી છે. આવકવેરા વિભાગ દ્વારા દેવ ગ્રુપ પરની કેટલીક પ્રિમાસીસમાં સર્ચ અને દરોડાની કાર્યવાહી પૂરી કરવામાં આવી છે. જોકે, અમદાવાદ સહિત કેટલાંક સ્થળે હજુ પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અને તપાસના અંતે કરચોરીનો આંક વધવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, લગભગ 30 વર્ષથી સોલ્ટના વ્યવસાય સાથે સંકળાયેલ દેવ ગ્રુપ સોલ્ટ પ્રાઇવેટ લી. ઉપરાંત મૈત્રી ડેવલપમેન્ટ, ડી.કે. એન્ટરપ્રાઇઝ, તથા અરહિંત અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાકટના ધંધા સાથે સંકળાયેલાં દેવેન્દ્ર ઝાલા, વિમલ કીર્તિભાઇ કામદાર, વિવેક સોમાણી, રૂપલ કિરણ વ્યાસ સહિત સંકળાયેલાઓ પર ઈન્કમટેક્સ વિભાગ સાગમટે દરોડા પાડયા હતા. જામનગર, મોરબી, માળીયા અને અમદાવાદમાં રાજપથ કલબ પાછળ આવેલા દેવ હાઉસ, આરોહી કલબ, ઘુમા નજીક તેમજ શાંતિગ્રામ સ્થિત નોર્થ પાર્ક વિલા સહિત 15 સ્થળોએ સર્ચની કાર્યવાહીમાં અમદાવાદ, રાજકોટના 700 જેટલાં અધિકારીઓ સહિત કર્મચારીઓ જોડાયા છે અને બીજા દિવસે વધુ પાંચ પ્રિમાઈસીને દરોડામાં આવરી લેવામાં આવતાં આ ગ્રુપ પર પ્રિમાઈસીસ પર દરોડા અને સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. IT વિભાગ દ્વારા કેટલીક જગ્યાએ તપાસની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. જોકે, હજુ કેટલાંક સ્થળે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. એક અંદાજ મુજબ આ ગ્રુપનું ટર્ન ઓવર રૂ. 200 કરોડથી વધુ હોવાનું જાણવા મળે છે. ઈન્કમટેક્સ વિભાગની દરોડા અને સર્ચની કામગીરીમાં બિનહિસાબી વ્યવહારો ધરાવાતા મોટાપાયે વાંધાજનક દસ્તાવેજો હાથ લાગ્યા છે.
લિક્વિડ બ્રોમાઈનના જંગી વેચાણના બિનહિસાબી વ્યવહારો :
દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલાઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવતા લિક્વિડ બ્રોમાઈન કોન્સન્ટ્રેટનું ઈન્ડસ્ટ્રીઝને વેચાણ કરવામાં આવ્યું હોવાના જંગી રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. આ પ્રકારે ચોપડે દર્શાવ્યા વિના બેનામી વ્યવહારો કરીને રોકડી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે અને આ પ્રકારના વ્યવહારો મારફતે જંગી આવક મેળવી હોવાની શક્યતા છે.
સોલ્ટ માટે 'પાણીના મૂલે' જમીન લીઝ પર લઈને ઊંચા ભાવે વેચીને તગડી કમાણી કરી
દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલાઓ દ્વારા મીઠાના ઉત્પાદન માટે રાજ્ય સરકાર પાસેથી પાણીના મૂલે 99 વર્ષના લીઝ પર લેવામાં આવતી જમીન અન્ય પક્ષકારોને વારદીઠ રૂ. 4થી રૂ. 5 લાખના ભાવે વેચી દેવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ પ્રકારે ખૂબ જ સસ્તા ભાવે લીઝ પર લીધેલી જમીન અન્ય પક્ષકારોને વાર દીઠ ઉંચા ભાવે વેચી દેવામાં આવી હોવાના કરોડોના વ્યવહારો કરવામાં આવ્યા હોવાની શક્યતા છે.
ડિજિટલ ડેટા ડીએન્ક્રિપ્ટ કરવા હ્લજીન્ નિષ્ણાંતોની મદદ લેવાઈઃ
I.T. વિભાગ દ્વારા દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલાઓ પર પાડવામાં આવેલા દરોડા અને સર્ચની કાર્યવાહીમાં ડિજીટલ ડેટાનો બેક અપ લેવા, ડિજિટલ ટેડા ડીએનક્રિપ્ટ કરવા માટે FSLના નિષ્ણાંતોની મદદ લેવામાં આવી છે. આમ, આ ગ્રુપ દ્વારા કોમપ્યુટર, લેપટોપ, મોબાઈલ, હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવમાંથી ડીલીટ કરાયેલ ડિજીટલ ડેટા, માહિતીનો FSLના તજજ્ઞોની મદદ લઈને બેક અપ લેવામાં આવ્યો છે.
What's Your Reaction?






