અમદાવાદ: ગ્રાહક બની સોનાના દાગીના ચોરતી શાતિર મહિલાને પોલીસે ઝડપી પાડી, ચાર ચોરીનો ભેદ ઉકેલાયો

Jun 8, 2026 - 19:30
અમદાવાદ: ગ્રાહક બની સોનાના દાગીના ચોરતી શાતિર મહિલાને પોલીસે ઝડપી પાડી, ચાર ચોરીનો ભેદ ઉકેલાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને કિંમતી સોનાના દાગીનાની ચોરી કરતી મહિલાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. બાવળાની એક જ્વેલર્સની દુકાનમાંથી ગ્રાહક બનીને સોનાની વીંટીઓ ચોરી ફરાર થઈ ગયેલી વડોદરાની આ મહિલાની ધરપકડ બાદ ચાર અલગ-અલગ શહેરોમાં થયેલી ચોરીના ગુનાના ભેદ ઉકેલાયા છે.

ગ્રાહક બનીને આવતી અને નજર ચૂકવી દાગીના સેરવી લેતી

મળતી માહિતી અનુસાર, થોડા સમય પહેલાં બાવળા ખાતે આવેલી જ્વેલર્સની દુકાનમાં મહિલા ખરીદી કરવાના બહાને ગ્રાહક બનીને આવી હતી. દુકાનના કર્મચારીઓ જ્યારે દાગીના બતાવવામાં વ્યસ્ત હતા, ત્યારે તેમની નજર ચૂકવીને આ મહિલા સોનાની વીંટીઓ ચોરીને રફુચક્કર થઈ ગઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0