અમદાવાદમાં સોનામાં 2,500નો, ચાંદીમાં 7,000નો ઘટાડો નોંધાયો

Jun 19, 2026 - 00:30
અમદાવાદમાં સોનામાં 2,500નો, ચાંદીમાં 7,000નો ઘટાડો નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં સોનામાં 2,500નો, ચાંદીમાં 7,000નો ઘટાડો નોંધાયો

અમદાવાદ સોના-ચાંદી બજારમાં ભાવમાં છેલ્લા બે દિવસની સ્થિરતા બાદ ગુરૂવારે સોનામાં 2,500 રૂપિયા અને ચાંદીમાં 7,000 રૂપિયા ભાવ એકાએક ઘટયો હતો. પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 1,53,000 અને પ્રતિ કિલો ચાદીનો ભાવ 2,43,000 રૂપિયા થયો હતો. વૈશ્વિક બજારમાં સોનું 264 ડોલર ઘટીને 4,366 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 1.71 સેંન્ટ ઘટીને 68.22 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.MCX સોનામાં ઓગષ્ટ માસનો વાયદો 4,034 રૂપિયા ઘટીને 1,49,845 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. ચાંદીમાં જુલાઇ માસનો વાયદો 13,153 રૂપિયા ઘટીને 2,38,654 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ સોનું 116.80 ડોલર ઘટીને 4,264.60 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 4.16 સેંન્ટ ઘટીને 66.60 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. મુંબઇમાં સોનામાં 4,060 રૂપિયા ઘટીને સોનું 1,49,840 રૂપિયા થયું હતું. ચાંદીમાં 13,170 રૂપિયા ઘટીને ચાંદી 2,39,550 રૂપિયા થઇ હતી. અમદાવાદ બુલિયન બજારમાં ગુરૂવારે નોંધાયેલા ભાવ ઘટાડા પાછળ સ્થાનિક અને વૈશ્વિક પરિબળો જવાબદાર છે. જેમાં વૈશ્વિક બજારમાં નફાવસુલી, અમેરિકા સંબંધિત આર્થિક સંકેતો, ડોલરની મજબૂતી,MCXમાં ભારે વેચવાલી, ભૌગોલિક-રાજકિય તણાવમાં રાહત, ઊંચા ભાવના કારણે દાગીનાની માંગમાં ઘટાડો સહિતના કારણો જવાબદાર મનાઇ રહ્યા છે. આ કારણોસર અમદાવાદ સહિત દેશભરના સોના-ચાંદી બજારોમાં ભાવમાં એક જ દિવસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં અમેરિકાની વ્યાજદરની નીતિ, ડોલરની ચાલ અને આંતરરાષ્ટ્રીય તણાવની સ્થિતિ કિંમતોની દિશા નક્કી કરશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0