અમદાવાદમાં મોડી રાત્રે કડાકા-ભડાકા સાથે મેઘરાજા ત્રાટક્યા, રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી

Jun 19, 2025 - 06:30
અમદાવાદમાં મોડી રાત્રે કડાકા-ભડાકા સાથે મેઘરાજા ત્રાટક્યા, રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


IMD Rain Forecast : રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે બુધવારે (18 જૂન) સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 89 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે યલો-ઑરેન્જ જાહેર કર્યું છે, ત્યારે આજે ગુરુવારે (19 જૂન) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. એલર્ટ વચ્ચે અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. અનેક અંડરપાસમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0