હાંસોટમાં દારૂની મહેફિલ માણતા પોલીસકર્મીઓ સહિત 7 વિરૂદ્ધ ગુનો દાખલ, થયો હતો વીડિયો વાયરલ

Jun 11, 2025 - 13:00
હાંસોટમાં દારૂની મહેફિલ માણતા પોલીસકર્મીઓ સહિત 7 વિરૂદ્ધ ગુનો દાખલ, થયો હતો વીડિયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Hansot Police Viral Video : ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટરના વર્કશોપમાં બે પોલીસ કર્મચારીઓ દારૂ ઢીંચતા એલસીબીના હાથે ઝડપાઈ જવાની ઘટનાને હજુ 48 કલાક નથી થયા ત્યાં હાંસોટ તાલુકા પોલીસ મથકમાં પીઆઈનો રાઇટર અને હાઈવર કેટલાક લોકો સાથે દારૂની મહેફીલ માણતા હોવાના અને નશામાં ચકનાચૂર થઈને ડાન્સ કરતો હોવાનો વિડીયો વાયરલ થતાં જ ભરૂચ પોલીસની આબરૂ ધૂળમાં મળી ગઇ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક તપાસના આદેશ આપી 7 લોકો વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

હાંસોટ તાલુકા પોલીસ મથકના પીઆઈનો રાઈટર હિતેશ પરમાર તથા પોલીસની જીપ ચલાવતો ડ્રાઇવર તથા અન્ય કેટલાક ઈસમો એક મકાનમાં દારૂની મહેફિલ જમાવી ડાન્સ કરતા હોવાનો વિડિયો કોઈએ બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. બે દિવસ અગાઉ જ ભરૂચ એલસીબી પોલીસે ભરૂચ હેડ ક્વાર્ટરના બે પોલીસ કર્મીઓ સામે ચાલુ ફરજ દરમિયાન દારૂનું સેવન કરવાના મામલે ફરિયાદ દાખલ કરી હતી.  

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0